Chhota udepur: લાખો રૂપિયામાં બોગસ ડિગ્રી વેચવાના કૌભાંડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર અને તેનો સાગરીત ઝડપાયો

|

Jun 10, 2022 | 3:20 PM

SOGએ બાતમીને આધારે છોટાઉદેપુરમાં (Chhota udepur) તાહેર વોરાની ઓફિસમાં રેડ કરી હતી. ઓફિસમાં તપાસ કરતા વિવિધ સંસ્થાના બોગસ સર્ટિફિકેટ (Bogus certificate) મળી આવ્યાં હતા.

Chhota udepur: લાખો રૂપિયામાં બોગસ ડિગ્રી વેચવાના કૌભાંડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર અને તેનો સાગરીત ઝડપાયો
Bogus degree Scam Accused

Follow us on

છોટાઉદેપુરમાં (Chhota udepur) નકલી ડિગ્રી (Bogus degree Scam) બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. BHMS અને નર્સિંગ સહિતની બોગસ ડિગ્રીનું વેચાણ કરતા બે આરોપી તાહેર વ્હોરા અને અજિત સોનવણેની SOGએ ધરપકડ કરી છે. આરોપી પાસેથી 100 જેટલા બોગસ ડિગ્રી સર્ટિફિકેટ પોલીસે જપ્ત કર્યા છે. હવે પોલીસે આ બોગસ સર્ટિફિકેટો કોણે કોણે મેળવ્યા છે અને કેટલા રૂપિયામાં ડિગ્રી ખરીદી છે તે અંગેની તપાસ શરુ કરી છે.

આરોપીઓએ કરી કબુલાત

SOGએ બાતમીને આધારે છોટાઉદેપુરમાં તાહેર વોરાની ઓફિસમાં રેડ કરી હતી. ઓફિસમાં તપાસ કરતા વિવિધ સંસ્થાના બોગસ સર્ટિફિકેટ મળી આવ્યાં હતા. ત્યારબાદ પોલીસે આરોપી તાહેર વોરાની પૂછપરછ કરતા આ બોગસ ડિગ્રી સર્ટિફિકેટનું રેકેટ વડોદરામાં અખિલ ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ એજ્યુકેશન ટ્રસ્ટના નામે ઓફિસ ધરાવતા અજીત સોનવણે પાસેથી મેળવતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે અજીત સોનવણેની ધરપકડ કરી હતી. એટલું જ નહીં તાહેરને રાજેશ પટેલિયા, દિનેશ નાયકા મદદ કરવા હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલ પોલીસે બંને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અત્યાર સુધી 11 લાખ 42 હજાર પડાવ્યાં

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ગુજરાત, દિલ્લી, સિક્કિમ, હરિયાણા, તમિલનાડૂ સહિતના રાજ્યની યુનિવર્સિટીના બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતા હતા. એટલું જ નહીં આરોપી તાહેર અને અજીત લોકોને નોકરી અપાવવાની પણ લાલચ આપતા હતા. એલ.આર.ડી સહિત અનેક જગ્યાએ નોકરી અપાવવાની લાલચ આપીને પૈસા પડાવી લીધા છે .બંને આરોપીએ અત્યાર સુધી જુદા જુદા લોકો પાસેથી અત્યાર સુધી 11 લાખ 42 હજાર પડાવ્યાં હોવાનો પણ ખુલાસો થયો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પોલીસે શરુ કર્યો તપાસનો ધમધમાટ

હાલ તો પોલીસ આરોપીઓએ આપેલા બોગસ સર્ટી દ્વારા કેટલા લોકોએ નોકરી મેળવી છે. બોગસ સર્ટિફિકેટો કોને મેળવ્યા છે.તે દિશામાં તપાસ શરૂ કરી છે..પોલીસની તપાસમાં મસમોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે.

Next Article