છોટાઉદેપુરમાં 50 ફૂટ ઉંચેથી પાણીમાં કુદવાની રમત, બાળકો જીવ જોખમમાં મુકીને રમી રહ્યા છે રમત, તંત્ર મુક પ્રેક્ષક

છોટાઉદેપુરમાં 50 ફૂટ ઉંચેથી પાણીમાં કુદવાની રમત, બાળકો જીવ જોખમમાં મુકીને રમી રહ્યા છે રમત, તંત્ર મુક પ્રેક્ષક
http://tv9gujarati.in/chhotaudepur-ma-…ni-jiv-jokham-ma/

ગામડાંઓમાં બાળકો તળાવોમાં છલાંગ લગાવી નહાવાની મજા માણે તે વાત તો ખૂબ સામાન્ય છે પરંતુ જો જોખમી સ્થળેથી અથવા જોખમી ઉંચાઈએ આ રમત રમાતી હોય, તો તે જોખમી અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. છોટાઉદેપુરમાંથી પણ આવા જ દૃશ્યો સામે આવ્યા છે. જેમાં બાળકો જોખમી સ્ટંટ કરતાં કેદ થયા છે. નર્મદાની મુખ્ય કેનાલમાં જોખમી […]

Pinak Shukla

|

Jul 01, 2020 | 8:31 AM

ગામડાંઓમાં બાળકો તળાવોમાં છલાંગ લગાવી નહાવાની મજા માણે તે વાત તો ખૂબ સામાન્ય છે પરંતુ જો જોખમી સ્થળેથી અથવા જોખમી ઉંચાઈએ આ રમત રમાતી હોય, તો તે જોખમી અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. છોટાઉદેપુરમાંથી પણ આવા જ દૃશ્યો સામે આવ્યા છે. જેમાં બાળકો જોખમી સ્ટંટ કરતાં કેદ થયા છે. નર્મદાની મુખ્ય કેનાલમાં જોખમી રીતે બાળકો છલાંગ લગાવી રહ્યા છે. આ બાળકો જ્યાંથી છલાંગ લગાવી રહ્યા છે, તે બ્રીજની પાળી 4 ઈંચ પહોળી છે તેના પરથી દોડીને બાળકો 50 ફૂટ નીચે પાણીમાં છલાંગ લગાવી રહ્યા છે. જો અહીંથી પગ લપસે તો જીવ પણ જઈ શકે છે. આ દૃશ્યો બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલના હોવાનું સામે આવ્યું છે. ગરમીમાં આવો આનંદ બાળકો માણતા હોય છે પરંતુ આ રમત ખૂબ જોખમી છે. જુઓ વિડિયોમાં કે કઈ રીતે બાળકો પાણીમાં જોખમી રીતે કુદી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati