AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota Udepur Breaking News : છોટાઉદેપુરમાં સફેદ સોનાનો ધંધો ચોપટ ? જર્જરિત બ્રિજે અટકાવ્યા ટ્રકોના પૈડાં, હજારોની રોજગારી પર સંકટ – જુઓ Video

છોટાઉદેપુર જિલ્લાના જર્જરીત અને જોખમી બનતા સુરક્ષાને લઈ ભારદારી વાહનોની અવર જવર પર રોક તો લગાવી પરંતુ ટ્રાન્સપોર્ટ ના ધંધા પર તેની સીધી અસર જોવાઈ રહી છે . કેટલાય ટ્રાન્સપોર્ટરો ના ટ્રકો ના પૈડા થંભી જતા કેટલાય લોકોની રોજી રોટી પર સવાલ ઊભા થયા છે

Chhota Udepur Breaking News : છોટાઉદેપુરમાં સફેદ સોનાનો ધંધો ચોપટ ? જર્જરિત બ્રિજે અટકાવ્યા ટ્રકોના પૈડાં, હજારોની રોજગારી પર સંકટ - જુઓ Video
Chhota Udepur Dilapidated BridgesImage Credit source: TV9 Gujarati
| Updated on: Aug 23, 2026 | 1:39 PM
Share

છોટાઉદેપુર જિલ્લો ગુજરાતના છેવાડે આવેલ જિલ્લો છે. અહીં રોજગારી માટેના અન્ય કોઈ ઉધ્યોગ નથી. ફક્ત સફેદ પથ્થર માંથી પાવડર બને છે તેની આખા ગુજરાતમાં માંગ છે. સાથો સાથ મધ્ય પ્રદેશ , મહારાષ્ટ્રમાં પણ સફેદ પથ્થરની ખુબ માંગ છે. આજ રીતે સફેદ સોનુ ગણાતી રેતી પણ ગુજરાતના ખૂણે ખૂણે જાય છે અને પાવડર અને રેતીનો વહન કરતી ટ્રકોના જાણે પૈડા થંભી ગયા છે. જેનું કારણ છોટાઉદેપુર જિલ્લામાં આવેલ મુખ્ય કહેવાતા બ્રીજોની ખખડ ધ્જજ હાલત છે. હાલમાં આવા બ્રીજો પર ફક્ત લાઇટ વ્હીકલ જ પસાર થાય છે.

હજારોની રોજગારી પર સંકટ

બ્રીજો ઉપરથી પસાર થતા વાહનો અને લોકોની સુરક્ષાને ધ્યાને લઈ ભારદારી વાહનોની અવર જવર પર રોક લગાવી દેતા જ જાણે છોટાઉદેપુર જિલ્લાના બે મહત્વના ડોલોમાઈટ પાવડર અને રેતીનો ધંધા પર નિર્ભર હજારો લોકો આજે બેરોજગારીની કગાર પર આવી ગયા છે. છોટાઉદેપુર શહેરની વાત કરવામાં આવે તો 300થી વધુ ટ્રકો પર નિર્ભર ટ્રાન્સપોર્ટરો અને તેની સાથે જોડાયેલા લોકો આજે બેરોજગારીની ખપ્પરમાં આવી ગયા છે .

છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક બ્રીજો જોખમી જણાયા

છોટાઉદેપુર જિલ્લાના બ્રીજોની ચકાસણી કરવામાં આવતા કેટલાય બ્રીજો જોખમી જણાયા. જોખમી જણાતા તંત્ર દ્વારા બ્રીજો પરથી ભારે વાહનો પર રોક લગાવી દેવામાં આવી અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે અલગ અલગ વિસ્તારો માંથી ડાયવરજનો આપવામાં આવ્યા. પણ ચોમાસાની સ્થિતિમાં આ ડાયવર્જનો એટલા બિસ્માર છે કે તેના પરથી પસાર થવું લોખંડના ચણા ચાવવા બરાબર છે.

વધતો ખર્ય ટ્રાસપોર્ટરોને પોસાતું નથી

વડોદરા,અમદાવાદ, સુરત કે પછી રાજકોટ તરફ જવું હોય તો 80થી 100 કિમીનો વધુના ચકરાવો થાય છે. મેન્ટેન્સ, સમય અને ઇંધણનનો ખર્ય પણ વધે છે. જે ટ્રાસપોર્ટરોને પોસાતું નથી. આજે એ સ્થિતિ ઊભી થઈ છે કે ટ્રાસપોર્ટરો ડ્રાઈવરોને છૂટા કરી રહ્યા છે. આ સ્થિતિ છેલ્લા બે વર્ષ થી છે. તંત્ર તરફથી આપવામાં આવેલ ડાયવર્જનો પર ટ્રકના ચાલકો જવા તૈયાર નથી. અકસ્માત ને લઈ તેવો ને સતત ડર સતાવે છે. પથ્થર વાળા રસ્તા પર જો ગાડી પસાર કરે તો ટાયર ફૂટી જતા તેમને રસ્તામાં ભૂખ્યા તરસ્યા રહેવું પડે છે. આ સમસ્યા ને લઈ કેટલાક ડ્રાઇવરો રસ્તા પર જવા પણ તૈયાર નથી.

આ પણ વાંચો, ભાવનગર લઠ્ઠાકાંડ : સારવાર દરમિયાન કાળિયાબીડના યુવાનનુ મોત, મૃત્યુઆંક પહોંચ્યો 13 ઉપર

Follow Us
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
g clip-path="url(#clip0_868_265)">