AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીસીટીવી ફૂટજે હત્યાનો ભેદ ઉકેલ્યો : પત્ની સાથે આડા સંબંધની શંકામાં મિત્રની હત્યા કરનાર હત્યારો ઝડપાયો

સીસીટીવી ફૂટેજના આધારે મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. હત્યા પાછળ અનૈતિક સંબંધની શંકા કારણભૂત હતી જે મામલે પોલીસે મૃતકના નિકટના મિત્રની ગુનામાં ધરપકડ કરી છે.

સીસીટીવી ફૂટજે હત્યાનો ભેદ ઉકેલ્યો : પત્ની સાથે આડા સંબંધની શંકામાં મિત્રની હત્યા કરનાર હત્યારો ઝડપાયો
Azharuddin Asif Mansoori kills friend on suspicion of having an affair with wife
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 8:23 AM
Share

ભરૂચના નર્મદા માર્કેટમાં ગત મંગળવારે જાહેરમાં એક વ્યક્તિને ચપ્પુના ઉપરાછાપરી 12 ઘા ઝીંકી નિર્દય રીતે ગળું કાપી નાખી તેની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. ઘાતકી હત્યાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. હત્યા પાછળ અનૈતિક સંબંધની શંકા કારણભૂત હતી જે મામલે પોલીસે મૃતકના નિકટના મિત્રની ગુનામાં ધરપકડ કરી છે.

ભરૂચના નર્મદા માર્કેટમાં ચપ્પુ લઈને દોડતા અને જીવ બચાવવા ભાગતા બે યુવાનો નજરે પડયા હતા. આ જોઈ નર્મદા માર્કેટનાં વેપારીઓ પણ હેબતાઈ ગયા હતા. દરમિયાન આરોપીએ નર્મદા માર્કેટની એલઈડી લાઈટ સર્વિસ વર્કશોપ પાસે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી હત્યાના ગુનાને અંજામ આપી નાસી છૂટ્યો હતો. વેપારીઓ મદદે પહોચે તે પહેલા જ ઈજાગ્રસ્ત મૃત્યુ પામ્યો હતો. ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે આ અંગે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરતા મૃતક સોનેરી મહેલ વિસ્તારના ડુમવાડ વિસ્તારમાં રહેતો આર્યન હુસેન ઝહિરુદ્દીન મન્સૂરી હોવાનું બહાર આવ્યું હતું.

ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ કે ભરવાડ અને ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા આર્યન ઉપર ૧૦ થી ૧૨ ઘા ઝીકાય હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં હત્યારામાં રોષ એ હદે જોવા મળ્યો હતો કે આર્યનને ઉપરાછાપરી ઘા ઝીક્યાં બાદ તેનું ગળું કાપી નાખયું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ મૃતકના મિત્ર અઝરુદ્દીન આસીફ મન્સૂરી સુધી પહોંચી હતી જે ચપ્પુના ઘા ઝીકતો સ્પષ્ટ નજરે પડતો હતો.

હત્યારાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે હત્યારાનું નામ અઝરુદ્દીન આસીફ મન્સૂરી રહે. ખુશ્બુ પાર્ક શેરપુરા ભરૂચ હોવાનું બહાર આવ્યું હતું.જેની પોલીસે ધરપકડ કરી હતી .પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે અને હત્યા પાછળના કારણ ઉપરથી પડદો ઊંચકાયો હતો. આરોપી અઝરુદ્દીનને તેની પત્ની સાથે મૃતક આર્યન હુસેનના અનૈતિક સંબંધ હોવાની શંકા હતી. વારંવાર આ મુદ્દે બન્ને વચ્ચે તકરાર પણ થતી હતી. મંગળવારે વધુ એકવખત બંને વચ્ચેની તકરારમાં અઝરુદીને આ અંતિમ પગલું ભર્યું હતું અને આર્યનને છરીના ઉપરાછાપરી 12 જેટલા ઘા ઝીંકી ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ પણ વાંચો :   ગુજરાત પર ધનવર્ષા! આર્સેલર મિત્તલ ગ્રુપ રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્ય તમામ મદદ માટે આપ્યો વિશ્વાસ

આ પણ વાંચો :  Ganesh Utsav: વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હશે તો પણ નેગેટીવ રીપોર્ટ જરૂરી, ગણેશોત્સવ માટે પ્રશાસનની તૈયારી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">