મહેસાણાના ખેરાલુ અન્ડરપાસમાં કાર ફસાઈ, લાલાવાડા કોઝવેમાં કાર તણાઈ, જુઓ વીડિયો

મહેસાણાના ખેરાલુ અન્ડરપાસમાં કાર ફસાઈ, લાલાવાડા કોઝવેમાં કાર તણાઈ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jul 27, 2025 | 12:39 PM

મહેસાણા જિલ્લામાં પડેલા નોંધપાત્ર વરસાદને કારણે ચારેતરફ પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીને કારણે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં બે ગંભીર ઘટના બનતી અટકી જવા પામી છે. ખેરાલુના રેલવે અન્ડરપાસમાં કાર ફસાઈ ગઈ હતી જ્યારે ચિમનાબાઈ ચોકડી થી લાલાવાડા વચ્ચેના કોઝવેમાં એક કાર વરસાદી પાણીમાં તણાઈ જવા પામી હતી. વરસાદની સ્થિતિમાં હાઈવે પર દોડતા વાહનના […]

મહેસાણા જિલ્લામાં પડેલા નોંધપાત્ર વરસાદને કારણે ચારેતરફ પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીને કારણે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં બે ગંભીર ઘટના બનતી અટકી જવા પામી છે. ખેરાલુના રેલવે અન્ડરપાસમાં કાર ફસાઈ ગઈ હતી જ્યારે ચિમનાબાઈ ચોકડી થી લાલાવાડા વચ્ચેના કોઝવેમાં એક કાર વરસાદી પાણીમાં તણાઈ જવા પામી હતી.

વરસાદની સ્થિતિમાં હાઈવે પર દોડતા વાહનના ચાલકોના કેટલીકવાર ભૂલ ભરેલા નિર્ણયોને કારણે સૌ કોઈને વેઠવાનો વારો આવતો હોય છે. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આવા બે બનાવ સામે આવ્યા છે. ખેરાલુ અન્ડર પાસથી નીકળવાની લહાયમાં એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે ઘટનાની જાણ સ્થાનિકોને થતા તરતજ કારમાં બેઠેલા મુસાફરો અને કાર ચાલકને બહાર કાઢીને બચાવી લેવાયો છે.

આવો જ બીજો બનાવ, ખેરાલુ તાલુકાના લાલાવાડા નજીક બની છે. ચિમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે આવતા કોઝવેમાં વહેતા ધસમસતા પૂરના પાણીના પ્રવાહમાં કાર તણાઈ જવા પામી છે. જો કે ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. અને તણાતી કારમાં રહેલા ડ્રાઈવરને મહામુશ્કેલથી બહાર કાઢીને બચાવવામાં આવ્યો હતો. ચિમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે આવતા કોઝવેમાં હાલમાં પાણીનો પ્રવાહ 2 ફુટ જેટલો છે. લાલાવાડા,ચોટીયા જેવા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થયો છે. કોઝવેમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 27, 2025 12:37 PM