
દિવાળી પહેલા ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવી શકે છે. નવા મંત્રીમંડળ મુદ્દે ચર્ચા કરવા માટે CM દિલ્લીની મુલાકાતે ગયા છે, જેમાં CM સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ જોડાયા છે. કેબિનેટ વિસ્તરણ અને ભાજપના પ્રદેશ માળખા મુદ્દે દિલ્લીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા થઈ શકે છે.
આ બેઠકમાં PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરી પણ શક્ય છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રધાન જગદીશ પંચાલની ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ બાદ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે.
નવા પ્રદેશ પ્રમુખ તેમની નવી ટીમનું ગઠન કરશે અને સાથે જ મંત્રીમંડળમાં ફેરફાર પણ થશે. વધુમાં શક્યતા છે કે, દિવાળી પહેલા નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવી શકે છે અને નવા વર્ષે નવું કેબિનેટ ગુજરાતીઓને જોવા મળશે. આ સાથે જ પ્રદેશ ભાજપના માળખામાં પણ ફેરફાર થઈ શકે છે.
નોંધનીય છે કે, પરફોર્મન્સ અને જાતિગત સમીકરણોના કારણે ઉપર જણાવેલ નામ ફરી સામે આવી શકે તેવી શક્યતા છે.
Published On - 7:13 pm, Mon, 13 October 25