Breaking News: અમદાવાદમાં SVP હોસ્પિટલમાં યુવતીએ બારમાં માળેથી લગાવી છલાંગ, સારવાર દરમિયાન યુવતીનું મોત
યુવતી બારમાં માળેથી છલાંગ લગાવ્યા બાદ પાંચમા માળે પટકાઈ હતી. ઉપરથી પટકાયા બાદ યુવતી ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જે પછી સારવાર દરમિયાન યુવતીનું મોત થયુ છે.

અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ એક 25 વર્ષની યુવતીએ હોસ્પિટલના જ બારમાં માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો છે. યુવતી બારમાં માળેથી છલાંગ લગાવ્યા બાદ પાંચમા માળે પટકાઈ હતી. ઉપરથી પટકાયા બાદ યુવતી ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જે પછી સારવાર દરમિયાન યુવતીનું મોત થયુ છે.
યુવતી કિડનીની બીમારીથી પીડિત હતી.
અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલમાં દાખલ એક યુવતીએ હોસ્પિટલના 12માં માળેથી છલાંગ લગાવી હતી. આ 25 વર્ષની યુવતી કિડનીની બીમારીથી પીડિત હતી. આ બીમારીથી કંટાળીને યુવતીએ 12માં માળેથી ઝંપલાવ્યુ હોવાની પ્રાથમિક માહિતી છે. 12માં માળેથી છલાંગ લગાવ્ચા બાદ યુવતી પાંચમાં માળે પટકાઇ હતી. જેમાં યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જે પછી તબીબો દ્વારા યુવતીને બચાવવાના પુરા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન યુવતીએ દમ તોડી દીધો હતો.
યુવતી ઘણા સમયથીય કિડનીની બીમારીથી પીડાઇ રહી હતી. આ યુવતી હોસ્પિટલમાં ડાયાલીસીસ માટે જ આવી હોવાની માહિતી છે. જો કે યુવતીએ આપઘાત કર્યો તેનું ચોક્કસ કોઇ કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. પોલીસે યુવતીના મોતનું કારણ જાણવા વધુ તપાસ શરુ કરી છે.
નરોડામાં પણ એક યુવતીએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
બીજી તરફ અમદાવાદના નરોડા વિસ્તારમાં સગીરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની માહિતી છે. સગીરાએ ઘરમાં જ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે, પરંતુ સ્વજનો પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ અંતિમ સંસ્કાર માટે નરોડા સ્મશાન ગૃહ લઈ ગયા હતા. સ્મશાનમાં કામ કરતા યુવકે સગીરાના ગળાના ભાગે ઈજાના નિશાન જોઈ પોલીસને જાણ કરી છે. જે બાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને સગીરાની અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન કરાવી હતી. આપઘાત કરનારી દીકરી અભ્યાસને લઈ તાણમાં રહેતી હોવાથી અંતિમ પગલુ ભર્યું હોવાનું પરિવારજનો જણાવે છે. જો કે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(વિથ ઇનપુટ-જીજ્ઞેશ પટેલ,અમદાવાદ)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…