AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક અકસ્માતમાં 5થી વધુના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

વડોદરા શેહરના કોટંબી સ્ટેડિયમ નજીક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. બસ રાજસ્થાનના બાડમેરથી સુરત જઈ રહી હતી.અકસ્માતમાં 25થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે.અકસ્માતના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે

Breaking News : વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક અકસ્માતમાં 5થી વધુના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત
Image Credit source: AI
| Updated on: Jun 17, 2026 | 9:07 AM
Share

વડોદરા શહેરમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. શેહરના કોટંબી સ્ટેડિયમ નજીક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસ રાજસ્થાનના બાડમેરથી સુરત જઈ રહી હતી.અકસ્માતમાં 25થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે આગળ ઊભી રહેલ ટ્રક સાથે ધડાકા ભર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને પગલે હાઇવ મુસાફરોની ચીસોથી ગૂંજી ઉઠ્યો હતો

5ના મોત 25થી વધારે ઈજાગ્રસ્ત

અકસ્માતમાં અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરાઇ છે. તેમજ SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.ઈજાગ્રસ્તોને બસની બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.અકસ્માતના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. સાથે જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા.તો 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ઘટનાની ગંભીરતા જોતા શક્ય છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. અહી કલિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">