AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નર્મદા પરિક્રમા માટે આવેલા લોકો સાથે દુર્ઘટના, સુરતથી આવેલા લોકોની હોડી પલટી ગઇ

એન્જિન વગરની હોડીમાં 6 પરિક્રમાર્થીઓ બેઠા હતા. માછીમારી માટે વપરાતી આ હોડીમાં લાઈફ જેકેટની પણ વ્યવસ્થા હતી નહીં. આ ઘટના વહેલી સવારે બની હતી

Breaking News : નર્મદા પરિક્રમા માટે આવેલા લોકો સાથે દુર્ઘટના, સુરતથી આવેલા લોકોની હોડી પલટી ગઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 6:13 PM
Share

નર્મદા પરિક્રમા પૂર્ણ થવાને હવે માત્ર 1 દિવસ જ બાકી છે. ત્યારે નર્મદા પરિક્રમા માટે આવેલા સુરતના લોકો જે હોડીમાં બેઠા હતા તે પલ્ટી મારી ગઈ હોવાની માહિતી સામે આવી છે. એન્જિન વગરની હોડીમાં 6 પરિક્રમાર્થીઓ બેઠા હતા. માછીમારી માટે વપરાતી આ હોડીમાં લાઈફ જેકેટની પણ વ્યવસ્થા હતી નહીં.

આ પણ વાંચો-Small Hanuman Chalisa: અહો આશ્ચર્યમ….22 પેજની સૌથી નાની હનુમાન ચાલીસા, આવા જ બીજા ઘણા બધા નાના પુસ્તકોના, જુઓ PHOTO

નર્મદા પરિક્રમા કરવા સુરતથી આવનારા કેટલાક શ્રદ્ધાળુઓ સાથે દુર્ઘટના બની છે. નર્મદા પરિક્રમા માટે હોડીમાં બેસનારની હોડી પલટી ગઇ હતી. જો કે નર્મદા જિલ્લા તંત્રએ તહેનાત કરેલી SDRFની ટીમે આ તમામ લોકોને બચાવી લીધા હતા. SDRFની ટીમે તાત્કાલિક ધોરણે સ્વીમીંગ પ્રોટેક્શન રીંગ નાખીને લોકોને ડુબવા દીધા ન હતા. જે પછી SDRFની બોટમાં તમામને બેસાડીને બચાવી લીધા હતા.

પરિક્રમા માટે આવનારા શ્રદ્ધાળુઓ આ હોડીઓમાં સેફ્ટી માટેના કોઇ સાધન ન હોવા છતા બેસતા હોય છે. તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ઉતાવળમાં નદી પાર કરવા આવા હોડીનો સહારો પરિક્રમવાસીઓ લેતા હોય છે. જેના કારણે આવી દુર્ઘટના બનતી હોય છે. જેનું પરિણામ બાદમાં તેમને ભોગવવું પડતું હોય છે. ત્યારે આજે પણ વહેલી સવારે દુર્ઘટના બની હતી. જો કે સદનસીબે ડુબેલા તમામ લોકોને બચાવી લેવાયા છે.

મહત્વનું છે કે નર્મદા નદીના કિનારે અનેક પ્રાચીન યાત્રાધામો અને શહેરો આવેલા છે. હિંદુ પુરાણોમાં તેને રેવા નદી કહેવામાં આવે છે. તેની પરિક્રમાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ છે. કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. દર વર્ષે લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરીને ધન્ય બને છે. ત્યારે આ વર્ષે પણ લોકો નર્મદા પરિક્રમા માટે ઉમટ્યા છે. આ વર્ષે 22 માર્ચથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે અને હવે નર્મદા પરિક્રમા પૂર્ણ થયાને માત્ર એક જ દિવસ બાકી છે. જો કે તે પહેલા એક મોટી દુર્ઘટના બની છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">