AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Breaking News : આજે ગુજરાતમાં કોરોનાના 392 કેસ નોંધાયા, કોરોનાને કારણે 1 દર્દીનું મોત

Gujarat Corona Today : આજે કોરોનાને કારણે ગીર સોમનાથમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2220 પર પહોંચી છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર અને 2217 દર્દીઓ સ્ટેબલ છે. આજે 258 દર્દીઓ સાજા થયા છે અને કોરોના રિકવરી રેટ 98.97 થયો છે.

Corona Breaking News : આજે ગુજરાતમાં કોરોનાના 392 કેસ નોંધાયા, કોરોનાને કારણે 1 દર્દીનું મોત
Gujarat Corona Case today
| Updated on: Apr 14, 2023 | 7:44 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેમાં 14 એપ્રિલના રોજ નવા 382 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2220એ પહોંચી છે. ગઈકાલની સરખામણીમાં આજે થોડા ઓછા કેસ નોંધાયા છે પણ એક્ટિવ કેસમાં વધારો થયો છે. આજે અમદાવાદમાં 142, મહેસાણામાં 35,વડોદરા જિલ્લામાં 30, વડોદરામાં 28, સુરતમાં 27, રાજકોટમાં 15, વલસાડમાં 13, સુરત જિલ્લામાં 10, ગાંધીનગર જિલ્લામાં 9, મોરબીમાં 9, સાબરકાંઠામાં 8, ગાંધીનગરમાં 7, પાટણમાં 7, રાજકોટ જિલ્લામાં 7, અમરેલીમાં 6, કચ્છમાં 5, સુરેન્દ્રનગરમાં 5, નવસારીમાં 4, અમદાવાદ જિલ્લામાં 3, આણંદમાં 3, ભાવનગરમાં 3, ખેડામાં 3, પંચમહાલમાં 3, બનાસકાંઠામાં 2, ભરુચમાં 2, ભાવનગરમાં જિલ્લામાં 2, ગીર સોમનાથમાં 2, મહીસાગરમાં 1 અને પોરબંદરમાં 1 કેસ નોંધ્યો છે.

આજે કોરોનાને કારણે ગીર સોમનાથમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2220 પર પહોંચી છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર અને 2217 દર્દીઓ સ્ટેબલ છે. આજે 258 દર્દીઓ સાજા થયા છે અને કોરોના રિકવરી રેટ 98.97 થયો છે.

તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 10 અને 11 એપ્રિલના રોજ  રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી.  કોરોના દર્દી માટે વ્યવસ્થા સહિત કેસોને કેવી રીતે પહોંચી વળવા તેને લઈ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી હતી. વેક્સિનને લઇને પણ આરોગ્ય પ્રધાને લોકોને આપી ખાતરી આપતા કહ્યું હતું કે વેક્સિનના જથ્થાની માગણી કરી છે અને વેક્સિન આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે.

ડોક્ટર આપી રહ્યા છે સાવચેતી રાખવાની આપી સલાહ

કોરોનાએ ફરી એકવાર સ્પીડ પકડી છે.રોજના વધતાં આંકડાઓ ફિકર વધારી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં 6000થી વધુ કેસ આવતાં જ આરોગ્ય વિભાગ અને ડોક્ટર્સ પણ એલર્ટ મોડ પર આવી ગયા છે.જો સ્થિતિ આમ જ રહેશે તો આવનારો સમય મુશ્કેલી છે એ નક્કી.એટલે જ ડોક્ટર્સ લોકોને પહેલેથી જ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે . ફરી એકવાર ગુજરાત અને ભારતમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેનાથી સરકારની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન

હાલ રાજ્યમાં કોવિડ-19 અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 3 હજાર થી વધુ બેડ ઉપલબ્ધ છે. જે પૈકી 15 હજાર જેટલા આઇ.સી.યુ. અને 9700 જેટલા વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે. રાજ્યમાં 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 476 પી.એસ.એ. પ્લાન્ટ દર્દીઓની સેવાર્થે કાર્યરત છે.

દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-19 માટેના જરૂરી ટેસ્ટીંહગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી છે. જેની હાલ દૈનિક કુલ ટેસ્ટીંગ ક્ષમતા 1 લાખ 75 હજાર જેટલી છે. આર.ટી.પી.સી.આર. પોઝીટીવ દર્દીનું જીનોમ સીકવન્સીંગ કરવા માટે ગાંધાનગર ખાતે  દર મહીને 4000 થી વધુ ઝીનોમ સીકવન્સીંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. રાજ્ય સરકારે કોવિડના ચોક્સસ મોનીટરીંગ માટે GERMIS સોફ્ટવેર વિકસાવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">