Breaking News : આજે ગુજરાતમાં 254 નવા કોરોના કેસ નોંધાયા, 1 દર્દીનું થયુ મોત

આજે 22 એપ્રિલના રોજ ગુજરાતમાં 254 કોરોના કેસ નોંધાયા છે. આજે કોરોનાને કારણે ગુજરાતમાં 1 દર્દીનું મોત થયું છે.આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1919 પર પહોંચ્યો છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1911 દર્દીઓ સ્ટેબલ છે. આજે 333 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે.

Breaking News : આજે ગુજરાતમાં 254 નવા કોરોના કેસ નોંધાયા, 1 દર્દીનું થયુ મોત
Corona case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 8:27 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સતત 331 નવા કેસ નોંધાયા બાદ આજે 22 એપ્રિલના રોજ ગુજરાતમાં 254 કોરોના કેસ નોંધાયા છે. આજે કોરોનાને કારણે ગુજરાતમાં 1 દર્દીનું મોત થયું છે.આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1919 પર પહોંચ્યો છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1911 દર્દીઓ સ્ટેબલ છે. આજે 333 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે.

આજે અમદાવાદમાં સૌથી વધારે 73 કેસ, વડોદરામાં 30, સુરતમાં 28, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 10, અમરેલીમાં 8, વલસાડમાં 8, પાટણમાં 7, સાબરકાંઠામાં 7, વડોદરા જિલ્લામાં 7, ભરુચમાં 6, ભાગવનગરમાં 6, ગાંધીનગરમાં 6, નવસારીમાં 5, આણંદમાં 4, મોરબીમાં 4, કચ્છમાં 3, અમદાવાદ જિલ્લામાં 2, ગીરસોમનાથમાં 2, પંચમહાલમાં 2, રાજકોટ જિલ્લામાં 2, જામનગરમાં 1, ખેડામાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 98.99 ટકા થયો છે. આજે અમદાવાદમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દરરોજ 300થી વધારે કેસ નોંધાઈ રહ્યાં હતા. આજે લાંબા સમય બાદ ગુજરાતમાં 300થી ઓછા કેસ નોંધાયા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેન્દ્ર એક્શનમાં, 8 રાજ્યોને પત્ર લખીને આપી સૂચના

કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે.

આ 8 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (1 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), તમિલનાડુ (11 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), રાજસ્થાન (6 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), મહારાષ્ટ્ર (8 જિલ્લામાં positivity દર 10% છે) કરતાં વધુ), કેરળ (14 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ), કર્ણાટક હરિયાણા (12 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ) અને દિલ્હી 11 જિલ્લામાં પોઝિટિવિટિ દર 10% કરતાં વધુ) સામેલ છે.

આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…

  1. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
  2. તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
  3. મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
  4. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
  5. એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
  6. એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
  7. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
  8. મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.

કોરોના અંગે નિષ્ણાતોની મોટી ચેતવણી, મે મહિનામાં દરરોજ આવશે 50 હજારથી વધારે કેસ

પ્રોફેસરે કહ્યું કે ભારતમાં 90 ટકા લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વાયરસ સામે કુદરતી પ્રતિરક્ષા ધરાવતા લોકોની સંખ્યા 95 ટકા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ મોડલના આધારે આવતા મહિનામાં પ્રતિદિન 50,000 સંક્રમણના કેસ હશે, જે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશો માટે આશ્ચર્યજનક નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">