Breaking news: સુરત-અમદાવાદ બન્યું ‘ઇલેક્શન ફેશન હબ’, પ્રચાર સાહિત્યની માંગમાં જબરદસ્ત ઉછાળો, જુઓ વીડિયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ સાથે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે Surat હવે ‘ઇલેક્શન ફેશન હબ’ તરીકે ઉભરાયું છે. દેશભરમાં જ્યાં પણ ચૂંટણી યોજાય છે ત્યાં પ્રચાર માટેનો મોટો હિસ્સો સુરતમાંથી જ સપ્લાય થાય છે. હવે ગુજરાતમાં જ ચૂંટણી હોવાને કારણે અહીંના પ્રચાર સાહિત્યના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.

Breaking news: સુરત-અમદાવાદ બન્યું ‘ઇલેક્શન ફેશન હબ’, પ્રચાર સાહિત્યની માંગમાં જબરદસ્ત ઉછાળો, જુઓ વીડિયો
Surat Ahmedabad became Election Fashion Hub
| Edited By: | Updated on: Apr 09, 2026 | 2:33 PM

સુરતમાં બેનર, પોસ્ટર, કટઆઉટ, ટોપી, ઝંડા, ખેસ, મફલર, ચેઇન અને મંગળસૂત્ર જેવી વિવિધ સામગ્રીનું ઉત્પાદન ઝડપથી થઈ રહ્યું છે. ખાસ કરીને ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા નેતાઓના ચહેરા વધુ સ્પષ્ટ અને આકર્ષક રીતે પ્રિન્ટ કરવામાં આવી રહ્યા છે. યુવા મતદારોને ધ્યાનમાં રાખીને ડિઝાઈનર મફલર અને મોદી માસ્કની પણ ભારે માગ જોવા મળી રહી છે. ઉત્પાદકોના જણાવ્યા મુજબ આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરવાળા ખેસ સૌથી વધુ લોકપ્રિય બન્યા છે.

ડાયરી અને પેન સહિતના પ્રચાર સામાનનું મોટા પાયે ઉત્પાદન

બીજી તરફ અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓમાં પણ દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. અહીં રાજકીય પક્ષોના ઝંડા, બિલ્લા, ટોપી, ડાયરી અને પેન સહિતના પ્રચાર સામાનનું મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. એક એક ફેક્ટરીમાંથી રોજના આશરે 25 હજાર જેટલા ઝંડાનું ઉત્પાદન થતું હોવાનું જણાવાયું છે.

LED લાઈટવાળા પાર્ટી ચિન્હની માગ વધી

ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને આ વખતે છત્રીઓ, ટી-શર્ટ અને ટોપીની માગમાં પણ વધારો થયો છે. ઉત્પાદકો કહે છે કે કોઈ મોટા નેતા જે વસ્તુનો ઉપયોગ કરે છે, તેની માગ બજારમાં ઝડપથી વધી જાય છે. હાલમાં ખાસ કરીને ભાજપના નવા ડિઝાઇનના ખેસ અને LED લાઈટવાળા પાર્ટી ચિન્હની માગ વધી છે.

ચૂંટણી પ્રચારમાં હવે ક્રિએટિવિટી અને ટેક્નોલોજીનો મિશ્રણ જોવા મળી રહ્યો છે, જે પ્રચારને વધુ આકર્ષક અને અસરકારક બનાવી રહ્યું છે.

Breaking News: ઢોસાના ખીરાથી થયેલ શંકાસ્પદ મોત મામલે મોટો ઘટસ્ફોટ, પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાનું અનુમાન: સૂત્ર

Published On - 2:03 pm, Thu, 9 April 26

Follow Us