Breaking News : ઉનામાં ફરી વાર બે જૂથ વચ્ચે પથ્થરમારો, માહોલ તંગ બન્યો, જુઓ Video

ઉનામાં ફરી એક વાર બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેના પગલે ફરી એકવાર ઉનામાં માહોલ તંગ બન્યો છે. જેમાં કુંભારવાડા, કોર્ટ વિસ્તાર, ભોયવાડા અને કોળી વાડા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરીને તંગદિલી સર્જવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઉના પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું.

Breaking News : ઉનામાં ફરી વાર બે જૂથ વચ્ચે પથ્થરમારો, માહોલ તંગ બન્યો, જુઓ  Video
Una Stone Pelting
Follow Us:
| Updated on: Apr 01, 2023 | 9:18 PM

ઉનામાં ફરી એક વાર બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેના પગલે ફરી એકવાર ઉનામાં માહોલ તંગ બન્યો છે.ઉનામાં ફરી એક વાર બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેના પગલે ફરી એકવાર ઉનામાં માહોલ તંગ બન્યો છે. જેમાં કુંભારવાડા, કોર્ટ વિસ્તાર, ભોયવાડા અને કોળી વાડા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરીને તંગદિલી સર્જવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઉના પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું.

કાજલ હિન્દુસ્તાનીએ આપેલા ભાષણને લઈને ભારે વિવાદ સર્જાયો

ઉલ્લેખનીય છે કે,  ગીર સોમનાથના ઉનામાં હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ આપેલા ભાષણને લઈને ભારે વિવાદ સર્જાયો છે. રામનવમીના દિવસે યોજાયેલી સભામાં કાજલ હિન્દુસ્તાનીએ જાહેર મંચ પરથી લવ જેહાદ તેમજ લેન્ડ જેહાદ સહિતના મુદ્દે ચોક્કસ સમુદાય પર નિશાન સાધ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહ્વાન કર્યું હતું. જોકે કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કાજલના નિવેદન બાદ ઉનામાં એક સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને ઉના સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સે દ્વારા ઉના બંધનું એલાન

કાજલના નિવેદનના સમગ્ર ઉનામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શહેરમાં એક વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારી અને વેપારી વચ્ચે પણ કાજલના ભાષણ મુદ્દે પણ બોલાચાલી થઈ. વિધર્મી કર્મચારી વેપારી માલિક સાથે ગાળાગાળી કરી રસ્તા ઉપર ઉતરી આવ્યો અને તેણે વેપારીને ધમકી પણ આપી હતી. જેના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સે ઉના બંધનું એલાન આપ્યું. બંધને પગલે મોટાભાગની મુખ્ય બજારો બંધ રહી હતી.

પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા વિવાદ થાળે પડ્યો

ઉના પોલીસે રામનવમીના સંચાલક અને કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર વિવાદ થાળે પડ્યો હતો. નોંધનીય છે કે કાજલ હિન્દુસ્તાની પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">