AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નર્મદાના સેલંબા ખાતે બજરંગ દળે યોજેલી શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો, આગચંપીનો પણ બનાવ, જુઓ Video

નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળ દ્વારા યોજાયેલી શૌર્ય જાગરણ યાત્રા પર વિધર્મી લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જે પછી સેલંબામાં આગચંપીનો બનાવ બન્યો હોવાની પણ ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાઇ ગયો છે.

Breaking News : નર્મદાના સેલંબા ખાતે બજરંગ દળે યોજેલી શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો, આગચંપીનો પણ બનાવ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 1:43 PM
Share

Narmada : નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળ (Bajrang Dal) દ્વારા યોજાયેલી શૌર્ય જાગરણ યાત્રા પર વિધર્મી લોકો દ્વારા પથ્થરમારો (Stone pelting) કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જે પછી સેલંબામાં આગચંપીનો બનાવ બન્યો હોવાની પણ ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાઇ ગયો છે.

આ પણ વાંચો-Ahmedabad Accident : અમદાવાદમાં 2 અલગ અલગ સ્થળોએ સર્જાયો અકસ્માત, ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જુઓ Video

કુઈદા ગામથી સેલંબા સુધી નીકળી હતી યાત્રા

નર્મદાના સેલંબામાં બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રા નીકળી હતી. જ્યાં કેટલાક વિધર્મી લોકોએ યાત્રા પર પથ્થરમારો કરી શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને સેલંબામાં આગચંપીના પણ બનાવો બન્યા હતા. કુઈદા ગામથી સેલંબા સુધી બજરંગ દળ સુધી શૌર્ય જાગરણ યાત્રા નીકળી હતી ત્યારે આ બનાવ બન્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા જ જિલ્લા DySP, LCB અને SOGની ટીમ સેલંબા પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવા પ્રયાસો કર્યા હતા.  જો કે મામલો વધુ તંગ બનતા પોલીસે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જે પછી હાલ સમગ્ર મામલો શાંત પડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. હાલ સમગ્ર ઘટનાને પગલે સ્થળ પર પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ગઇકાલે મંજુસર ગામે કોમી અથડામણની ઘટના બની હતી

મહત્વનું છે કે ગઇકાલે પણ વડોદરા જિલ્લામાં પથ્થરમારાની ઘટના બની હતી. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે કોમી અથડામણની ઘટના સામે આવી હતી. મંજૂસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. મંજૂસર ગામમાં ગણપતિની વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હિંદુ સંગઠનોમાં જોવા મળ્યો રોષ

સમગ્ર ઘટના મામલે હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હિંદુ સંગઠનો દ્વારા ઘટનાના સીસીટીવીની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ પથ્થરમારો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યુ છે.

 નર્મદા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">