AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એક ઝાટકામાં ઊંઘ ઉડી ગઈ! ભૂકંપથી રાજુલા-જાફરાબાદમાં ભયનો માહોલ જુઓ Video

અમરેલીના રાજુલા-જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોડી રાત્રે 2 વાગ્યે 24 મિનિટે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મહુવા નજીક કેન્દ્રબિંદુ ધરાવતા આ ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો, અનેક ઘરોની દિવાલોમાં તિરાડો પડી હતી.

Breaking News : એક ઝાટકામાં ઊંઘ ઉડી ગઈ! ભૂકંપથી રાજુલા-જાફરાબાદમાં ભયનો માહોલ જુઓ Video
Sleep was shattered in a single jolt Earthquake creates fear in Rajula Jafrabad amreli
| Updated on: Apr 10, 2026 | 10:05 AM
Share

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાતા લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રાત્રે લગભગ 2 વાગ્યે 24 મિનિટે આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.7 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી, જેણે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા નજીક હોવાનું જાણવા મળ્યું છે.

મોડી રાત્રે ભૂકંપનો તીવ્ર આંચકો

આ ભૂકંપની અસર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ લાઇન, ખાંભા અને સાવરકુંડલા જેવા વ્યાપક વિસ્તારોમાં વર્તાઈ હતી. તીવ્ર આંચકાના કારણે લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ગભરાટમાં ઘરની બહાર ખુલ્લામાં દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મોટાભાગના લોકો મધ્યરાત્રિએ ઘરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા.

સ્થાનિક રહેવાસી આરીફભાઈએ જણાવ્યું કે, “રાત્રે 2 વાગ્યે 24 મિનિટે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એની પહેલા થોડોક નાનો આંચકો પણ અનુભવાયો હતો. પછી મોટા આંચકાથી લોકો પબ્લિક રોડ ઉપર આવી ગયા. રાજુલામાં પણ લોકો રસ્તા પર આવી ગયા હતા. અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે તેઓ ઘરની અંદર સૂતા હતા, પરંતુ અવાજ એટલો પ્રચંડ હતો કે તેઓ ધોડીને બહાર આવવા મજબૂર બન્યા. બહાર આવીને જોયું તો શેરીમાં બધા માણસો દોડતા-દોડતા આવતા હતા.

આ ભૂકંપના કારણે કેટલાક જર્જરિત મકાનો અને જૂના ઘરોની દિવાલોમાં તિરાડો પણ પડી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. આ ઘટનાએ લોકોમાં ગભરાટ અને ચિંતા વધારી દીધી હતી. ખાસ કરીને રાજુલા અને કોસ્ટલ વિસ્તારમાં તેની સૌથી વધારે અસર જોવા મળી હતી. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટી નુકસાનની આશંકા નથી. ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ સ્થાનિકોમાં કુદરતી આફતનો ભય સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

ફ્રોડ કરનારની હવે ખેર નહીં ! RBI લાવી રહ્યું છે કડક સુરક્ષા નિયમો આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
g clip-path="url(#clip0_868_265)">