AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર ખીલ્યુ કમળ, 72માંથી 53 બેઠકો પર ભાજપનો કબ્જો

ગુજરાત રાજ્યમાં આજે 28મી એપ્રિલના રોજ, સ્થાનિક સ્વરાજ્યની ગત 24 એપ્રિલે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. તેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે.

Breaking News : રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર ખીલ્યુ કમળ, 72માંથી 53 બેઠકો પર ભાજપનો કબ્જો
Rajkot BJPImage Credit source: Google
| Updated on: May 05, 2026 | 8:06 AM
Share

આજે રાજ્યમાં લોકશાહીના પર્વનો મહત્વપૂર્ણ દિવસ છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કે સત્તા કોના હાથમાં જશે. રવિવારે સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 72 બેઠકો પર હાલ મતગણતરી ચાલી રહી છે. જે પૈકી 60 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યુ છે. રાજકોટમાં કૂલ 53 બેઠકો પર ભાજપ અને 7 બેઠકો પર કોંગ્રેસ પાર્ટીએ કબજો કર્યો છે.

53 બેઠકો પર ભાજપની જીત

સત્તા મેળવવા માટે કુલ 72 બેઠકોમાંથી 37 બેઠકો જીતવી જરૂરી હોય છે. જેને સ્પષ્ટ બહુમતનો આંકડો માનવામાં આવે છે. આ આંકડો પાર કરનાર પક્ષ સરળતાથી શાસન બનાવી શકે છે. બપોર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપે આ બહુમતનો આંકડો સરળતાથી પાર કરી લીધો છે. શરૂઆતના રાઉન્ડથી જ ભાજપને આગળ વધતો ટ્રેન્ડ મળ્યો હતો. જેના કારણે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ફરી એકવાર સત્તા જાળવી રાખશે. ભાજપે 53 બેઠકો પર વિજય મેળવીને માત્ર બહુમત જ નહીં પરંતુ 37ના આંકડાથી ઘણો આગળ જઈ મજબૂત સ્થિતિ બનાવી છે.

7 બેઠકો પર કોંગ્રેસની જીત

જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતુ. જેનો ફાયદો ભાજપ નહી પરંતુ કોંગ્રેસને થયો છે. જે વિસ્તારમાં ડિમોલેશન થયું તે વિસ્તારમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.

રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હાર્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પારિવારિક સંબંધોની સાથે નણંદ-ભાભીનો રાજકીય જંગ પણ જોવા મળ્યો હતો. રાજકોટ-વોર્ડ નંબર 2માં કોંગ્રેસની હાર થઈ છે.વોર્ડ નંબર 2માં ભાજપની જીત થઈ છે.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: અમદાવાદના ખાડિયામાં ભાજપનું કમળ કરમાયું, વર્ષો બાદ કોંગ્રેસના ઉમેદવારોની જીત

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">