Breaking News : ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો, પોલીસ તંત્રમાં દોડધામ, જુઓ Video
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો છે.આ કાર છેલ્લા કેટલાક સમયથી ફ્લેટના બેઝમેન્ટમાં બિન વારસી પડી રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હથિયારનો જથ્થો મળતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ છે.
ગુજરાતના(Gujarat) પાટનગર ગાંધીનગરમાંથી(Gandhinagar) ગેરકાયદે હથિયારોનો(Weapon) જથ્થો ઝડપાયો છે. જેના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.જેમાં સરગાસણ ખાતે સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં બિનવારસી કારમાંથી હથિયાર જથ્થો ઝડપાયો છે. જેમાં બે રિવોલ્વર, બે દેશી કટતાં અને 300 જેટલા જીવતા કારતુસ મળી આવ્યા છે. જેમાં હથિયાર સાથે ઝડપાયેલી કારના નંબરની પોલીસ તપાસ શરૂ કરી છે. કારનો નંબર ડમી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Gujarat Heat Wave : ગુજરાતવાસીઓ આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર, આણંદ સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રીને પાર તાપમાન
આ કાર છેલ્લા કેટલાક સમયથી ફ્લેટના બેઝમેન્ટમાં બિન વારસી પડી રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન હથિયારનો જથ્થો મળતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ છે. જ્યારે હથિયારનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે મંગાવ્યો, કાર કોની છે.હથિયારનો ઉપયોગ થવાનો હતો, અને હથિયારનો ઉપયોગ કોણ કરવાનું હતું .આ તમામ સવાલોના જવાબ શોધવા ગાંધીનગર એલસીબી, સ્થાનિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…