Breaking News : ગુજરાતની નીચલી કોર્ટના 67 જજોના પ્રમોશન પર રોક, સુપ્રીમ કોર્ટે જજોના પ્રમોશન પર લગાવી રોક

Gujarat News : સુપ્રીમ કોર્ટે કેટલાક ચોક્કસ અવલોકન કર્યા છે. જેના આધારે આ રોક લગાવી હોવાની માહિતી સામે આવી છે. 9 મેના રોજ યોજાયેલી સુનાવણીમાં ગુજરાતમાં નીચલી અદાલતના 67 જ્યુડિશિયલ ઓફિસરોના પ્રમોશન સામે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.

Breaking News : ગુજરાતની નીચલી કોર્ટના 67 જજોના પ્રમોશન પર રોક, સુપ્રીમ કોર્ટે જજોના પ્રમોશન પર લગાવી રોક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 5:03 PM

ગુજરાતની (Gujarat)નીચલી કોર્ટના 67 જજોના પ્રમોશન પર રોક લગાવાઇ છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) જજોના પ્રમોશન પર રોક લગાવી છે.  સુપ્રીમ કોર્ટે કેટલાક ચોક્કસ અવલોકન કર્યા છે. જેના આધારે આ રોક લગાવી હોવાની માહિતી સામે આવી છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો

9 મેના રોજ યોજાયેલી સુનાવણીમાં ગુજરાતમાં નીચલી અદાલતના 67 જ્યુડિશિયલ ઓફિસરોના પ્રમોશન સામે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સોમવારે આ અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં બંને પક્ષોની રજૂઆત પૂર્ણ થઈ હતી.

કુલ 67 જજોની બદલી અને બઢતી કરવામાં આવી હતી

માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવનારા સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ એચ. એચ વર્માને પ્રમોશન સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું હતુ. તેમની સાથે અન્ય 67 જજની પણ બઢતી-બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

મેરિટ અને સિન્યોરીટીના આધારે નવું લિસ્ટ બનાવવાની માગ કરાઇ હતી

અરજીમાં ગુજરાત હાઇકોર્ટની યાદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જજોની નિમણૂંક માટે ઇસ્યુ કરવામાં આવેલ નોટિફિકેશન રદ કરવાની માંગ કરીને મેરિટ અને સિન્યોરીટીના આધારે નવું લિસ્ટ બનાવીને નિમણૂંક કરવાની માગ કરવામાં આવી હતી. જસ્ટિસ એમ. આર શાહની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો-Breaking News : નડિયાદની ધ મેથોડીસ્ટ હોસ્પિટલને મામલતદાર દ્વારા સીલ કરાઈ, RRC સર્ટિફિકેટના અંદાજિત 1 કરોડથી વધુ લેણાં બાકી

સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એચ. એચ વર્માને પ્રમોશન આપીને રાજકોટ કોર્ટ ખાતે 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. તેમણે જ રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપ્યો હતો.  જો કે સુપ્રીમ કોર્ટે આ તમામ જજના પ્રમોશન પર રોક લગાવી દીધી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">