Breaking News : નડિયાદની ધ મેથોડીસ્ટ હોસ્પિટલને મામલતદાર દ્વારા સીલ કરાઈ, RRC સર્ટિફિકેટના અંદાજિત 1 કરોડથી વધુ લેણાં બાકી

નડિયાદ શહેરમાં ધ મેથોડિસ્ટ હોસ્પિટલ મિશન હોસ્પિટલ નામથી ઓળખવામાં આવે છે. નડિયાદના મામલતદાર દ્વારા હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Breaking News : નડિયાદની ધ મેથોડીસ્ટ હોસ્પિટલને મામલતદાર દ્વારા સીલ કરાઈ, RRC સર્ટિફિકેટના અંદાજિત 1 કરોડથી વધુ લેણાં બાકી
Nadiad
Follow Us:
| Updated on: May 12, 2023 | 1:43 PM

ખેડાના નડિયાદના ( Nadiad ) મિશન રોડ પર આવેલી ધ મેથોડીસ્ટ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. નડિયાદ શહેરમાં ધ મેથોડિસ્ટ હોસ્પિટલ મિશન હોસ્પિટલ નામથી ઓળખવામાં આવે છે. નડિયાદના મામલતદાર દ્વારા હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ મેથોડિસ્ટ હોસ્પિટલે કુલ 13 RRC Certificate ના અંદાજે 1 કરોડ 4 લાખ રુપિયા બાકી હોવાને કારણે હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર છેલ્લી નોટિસ 17 ફેબ્રુઆરીના રોજ મામલતદાર દ્વારા આપવામાં આવી હતી. મિશન હોસ્પિટલના તમામ દરવાજા અને એમ્બ્યુલન્સ મામલાતદાર દ્વારા સીલ કરી નોટિસ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો  : Gujarati Video : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આમ્રોત્સવ ઉજવાયો, ભગવાનને કરાયો વિશેષ શણગાર

રાજ્યમાં અન્ય સીલ થયેલી હોસ્પિટલ

આ અગાઉ જૂનાગઢ મહાનગરપાલિકાએ હાઈકોર્ટના આદેશ મુજબ ફાયર એનઓસી, બી.યુ. સર્ટીફીકેટ વગરની ધમધમતા એકમો પર તવાઇ બોલાવવાનું શરુ કર્યુ હતુ. જૂનાગઢ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 16 મિલ્કતને નિયમભંગ બદલ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલીક હોસ્પિટલ સીલ (Hospital seal) કરતા તબીબોએ રસ્તા પર ઊભા રહીને દર્દીઓનું સ્વાસ્થ્ય તપાસી દવા આપવા માટે મજબૂર બન્યા હતા.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

જુનાગઢ મહાનગરપાલિકાએ હાઈકોર્ટના આદેશ મુજબ ફાયર એનઓસી, બી.યુ. સર્ટીફીકેટ વગરની ધમધમતી હોસ્પીટલો, શાળા હાઈરાઈઝ બિલ્ડીંગો, કોમર્શીયલ, કોમ્પલેક્સ સહિતની વિવિધ બિલ્ડીંગોમાં શિવરાત્રીનો મેળો પુરો થયા બાદ સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાએ બાલાજી એવન્યુની કેટલીક હોસ્પિટલ બીયુ પરમિશન ન હોવાથી સીલ કરવામાં આવી હતી.

આ હોસ્પિટલના તબીબે આક્ષેપ કર્યો કે દર્દીઓ દાખલ હતા અને તેમને ખસેડવા જેટલો સમય પણ તંત્રએ ન આપ્યો હતો. હોસ્પિટલ સીલ થતા તબીબે રોડ પર ઉભા રહીને દર્દીઓને તપાસ્યા અને દવા લખી આપી. આ કોમ્પલેક્સના નીચે દર્દીઓની લાંબી કતાર જોવા મળી હતી.

તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને બિલ્ડિંગ યુઝ(BU)પરમિશનના બાંધકામ વિરુદ્ધહ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતો. જેમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની શાળા, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જેમાં અમદાવાદ મહાનગર પાલિકાએ હાઇકોર્ટના આદેશના પગલે હવે બીયુ વગરના કોમર્શિયલ યુનિટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">