
અમદાવાદ પ્લેન ક્રેશના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે. તેમને રિસિવ કરવા માટે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ એરપોર્ટ પર હાજર રહ્યાં હતા. ત્યારબાદ તેઓ તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત કરી છે. એરપોર્ટથી સીધા જ સિવિલ અને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ દુર્ઘટનામાં ઘાયલ થયેલા વ્યક્તિ સાથે PM મોદી મુલાકાત કરશે. તબીબો પાસેથી દર્દીઓની સ્થિતિ અંગે માહિતી મેળવશે.
ગઈ કાલે કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય લોકો સાથે બેઠક કરી હતી. આ બેઠક પછી, અમિત શાહે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ના દુર્ઘટના અંગે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે આ વિમાનમાં ભારત અને વિદેશના કુલ 230 મુસાફરો હતા, તેમજ 12 ક્રૂ સભ્યો પણ હતા. આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો છે,
અમદાવાદ પ્લેન ક્રેસમાં દીવના 11 યાત્રિકના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. દીવના ફૈઝાન રફીકનું પણ પ્લેન દુર્ઘટનામાં મોત થયુ છે. ફૈઝાન રફીકના મોતના સમાચાર મળતા પરિવારમાં ભારે શોક ફેલાયો છે.
અમદાવાદ: વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત થયુ છે. દુષ્યંત પટેલ પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા હતા. ચિખોદરા ગામે માતા એકલા રહેતા હોવાથી તેમને લેવા આવ્યા હતા. માતા-પુત્ર બન્ને દુર્ઘટનાનો ભોગ બનતા પરિવારમાં શોક છવાયો છે.
Published On - 9:01 am, Fri, 13 June 25