Breaking News : અમદાવાદમાં મહાઠગ કિરણ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, માલિની પટેલની ધરપકડ
અમદાવાદમાં મહાઠગ કિરણ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે માલિની પટેલની ફરી ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઠગ દંપતી વિરૂદ્ધ સોલા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જ્યારે મોરબીના વેપારી સાથે ઠગ દંપતીએ ઠગાઈ આચરી હતી. જેમાં GPCBનું લાયસન્સ અપાવવા રૂપિયા 42 લાખ લીધા હતા
અમદાવાદમાં મહાઠગ કિરણ (Kiran Patel)અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે માલિની પટેલની(Malini Patel) ફરી ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઠગ દંપતી વિરૂદ્ધ સોલા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જ્યારે મોરબીના વેપારી સાથે ઠગ દંપતીએ ઠગાઈ આચરી હતી. જેમાં GPCBનું લાયસન્સ અપાવવા રૂપિયા 42 લાખ લીધા હતા. તેમણે કલાસ-1 અધિકારી તરીકે ઓળખ આપીને રૂપિયા પડાવ્યા હતા. તેમજ લાયસન્સ ન કઢાવી શકતા 11.75 લાખ રૂપિયા પરત કર્યા હતા. જયારે ઠગ દંપતીએ બાકીના 31.11 લાખ રૂપિયા પરત નહોતા આપ્યા. જેમાં ઠગ કિરણ અને પત્ની માલિની પટેલે ભેગા મળીને છેતરપિંડી આચરી હતી. જ્યારે સોલા પોલીસમાં નોંધાયેલ ફરિયાદનીતપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે.
કિરણ પટેલઅને માલિની પટેલેે મોરબીના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કિરણ પટેલ હાલ જમ્મુ-કાશ્મીરની જેલમાં છે. જ્યારે માલિની પટેલને તાજેતરમાં જ જામીન મળ્યા છે.
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે રાહત આપી હતી
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટે રાહત આપી હતી. અમદાવાદ સેશન્સ કોર્ટે માલિની પટેલની જામીન અરજી મંજૂર કરી હતી મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જે પછી કિરણ પટેલની પત્ની માલિની પટેલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. અગાઉ 13 એપ્રિલે માલિની પટેલની અરજી નામંજૂર કર્યા બાદ કોર્ટે તેની જામીન અરજી મંજૂર કરી હતી. ગુજરાતી ઠગ કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી હતી. જે પછી સતત મહાઠગના કારનામા બહાર આવ્યા હતા. જે પછી તેની પત્નીની પણ કેટલાક કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ હતુ.
કિરણ પટેલ અને તેની પત્ની સામે છેતરપિંડીની થઇ છે ફરિયાદ
કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. PMOના અધિકારી અને મોટી ઓળખ બતાવીને સિંધુ ભુવન રોડ પર જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનનું કામ 35 લાખમાં હાથ પર લીધું હતુ. જે બાદ બંગલાના માલિકની નેમ પ્લેટ બદલી બંગલો પોતાની બતાવી વાસ્તુ પૂજન કર્યું. જેના ફોટો બતાવી બંગલાની માલિકી લેવા કિરણ પટેલે સિવિલ કોર્ટમાં ખોટો કેસ દાખલ કરાવ્યો. આ મહાઠગે સમાધાન માટે માણસો મોકલીને રૂપિયા પડાવવાનો પણ પ્રયાસ કર્યો. જો કે માલિકે કોઈ પણ વ્યવહાર કરવાની ના પાડી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…