Breaking News: વડોદરાના સાવલીમાં ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત, વિદ્યાર્થિની રાજસ્થાનના બાંસવાડાની હોવાનું ખુલ્યું

વડોદરાના સાવલીમાં ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત થયું છે. લસુન્દ્રા ખાતેની પાઠશાળા હોસ્ટેલમાં આ ઘટના બની છે. વિદ્યાર્થિની 15 વર્ષીય ખુશી તીરગર હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થિની પાઠશાળા હોસ્ટેલમાં જ રહેતી હતી.

Breaking News: વડોદરાના સાવલીમાં ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત, વિદ્યાર્થિની રાજસ્થાનના બાંસવાડાની હોવાનું ખુલ્યું
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 30, 2023 | 6:35 PM

Vadodara: સાવલીમાં ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત થયું છે. લસુન્દ્રા ખાતેની પાઠશાળા હોસ્ટેલમાં આ ઘટના બની છે. વિદ્યાર્થિની 15 વર્ષીય ખુશી તીરગર હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થિની પાઠશાળા હોસ્ટેલમાં જ રહેતી હતી.

વડોદરા ખાતે હોસ્ટેલમાં રહેતી આ 15 વર્ષીય ખુશી રાજસ્થાનના બાંસવાડાની હોવાનું ખુલ્યું છે. મૃતદેહને સાવલીના જન્મોત્રી હોસ્પિટલ ખસેડાયો છે. મંજુસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ત્યારે હોસ્ટેલના સેક્રેટરી મૌસમી દત્તાએ જણાવ્યું, કે સવારે હોસ્ટેલમાં ટી-સ્ટોલ ખાતે કોઇ કાર્યક્રમ હતો, જેમાં ખુશી ડાન્સ કરવાની હતી અને જેમ જ તે મ્યુઝિક ચાલુ કરવા ગઇ, અચાનક ઢળી પડી હતી. કયા સંજોગોમાં વિદ્યાર્થિનીનું મોત થયું તે રહસ્ય અકબંધ છે. જેની સમગ્ર પોલીસ તપાસ બાદ જ વધુ ખુલાસા થશે. ઉલ્લેખનીય છે, વિદ્યાર્થિનીના મોત બાદ પરિવારજનો સહિત હોસ્ટેલમાં માતમનો માહોલ છવાયો છે.

બનાવ ની જાણ થતાં રાજસ્થાનના બાંસવડાથી દોડી આવેલ પરિવારજનો એ જ્યારે ખુશીનો મૃતદેહ જોયો તો હૈયાફાટ રુદન કરી મૂક્યું હતું ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલ મંજુસર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવા માં આવી છે. પી આઈ મયુર ચૉધરી એ Tv9 ને જણાવ્યું કે પોલના વાયરથી વીજ કરંટ લાગવાથી મોત થયું હોવાનું પ્રાથમિક રીતે સ્પષ્ટ થઈ રહ્યું છે.

પોલીસે કહ્યું અમે CCTV ફૂટેજની ચકાસણી કરી રહ્યા છીએ સાથેજ અન્ય બાળકો તથા સ્ટાફ પાસેથી પણ વિસ્તૃત વિગતો મેળવી રહ્યા છીએ. પોસ્ટ મોર્ટમની બાદ મૃત્યુના સાચા કારણો જાણી શકાય તેમ છે.

આ પણ વાંચો : Vadodara : ખુલ્લી ડ્રેનેજમાં પડ્યો યુવક, રાહદારીઓએ જહેમત ઉઠાવી યુવકને બહાર કાઢ્યો, જુઓ Video

ઘટના ને પગલે ગામમાં આ સંસ્થાના સંચાલકો પ્રત્યે આક્રોશ દેખાઈ રહ્યો છે, કારણ કે ઘટનાને દબાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવી હતી છતાં સાંજે સ્થાનિક માધ્યમોને બનાવની જાણ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

જો વીજ વાયર ખુલ્લા હોય તો સંસ્થા સંચાલકો ની બેજવાબદારી સ્પષ્ટ રિતે ખુલ્લી પડી જાય છે પરંતુ આ બેજવાબદારી પોલીસની વ્યાખ્યા માં બેદરકારી કહેવાય કે નહીં એ મંજુસર પોલીસ સંસ્થા સંચાલકો ને છાવરયા વિના નિષ્પક્ષ તપાસ કરશે તોજ સ્પષ્ટ થશે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">