AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Crime: મુંબઈ ગર્લ્સ હોસ્ટેલમાં બળાત્કાર બાદ યુવતીની હત્યા, રેલવે ટ્રેક પાસે આરોપી ચોકીદાર પણ મૃત હાલતમાં મળી આવ્યો

મુંબઈમાં મર્ડરનો મામલો સામે આવ્યો છે. શહેરના ચર્ચગેટ વિસ્તારમાં મંગળવાર 6 જૂને એક યુવતીની ગર્લ્સ હોસ્ટેલમાં રેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.

Mumbai Crime: મુંબઈ ગર્લ્સ હોસ્ટેલમાં બળાત્કાર બાદ યુવતીની હત્યા, રેલવે ટ્રેક પાસે આરોપી ચોકીદાર પણ મૃત હાલતમાં મળી આવ્યો
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 8:52 AM
Share

દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં ફરી મર્ડરનો મામલો સામે આવ્યો છે. શહેરના ચર્ચગેટ વિસ્તારમાં મંગળવાર 6 જૂને એક યુવતીની ગર્લ્સ હોસ્ટેલમાં રેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. જોકે પોલીસ હત્યાના દૃષ્ટિકોણથી કેસની તપાસ કરી રહી છે. સાથે જ આ હોસ્ટેલના ચોકીદારની લાશ પણ મળી આવી છે.

 મુંબઈમાં યુવતીનું રેપ કરી મર્ડર

મૃતક યુવતીની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. મરીન ડ્રાઈવ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને GRP એ એડીઆર નોંધી છે. યુવતી ગર્લ્સ હોસ્ટેલના ચોથા માળે રહેતી હતી, જે અકોલાની રહેવાસી હોવાનું કહેવાય રહ્યું છે. આ ઘટનાની જાણ હોસ્ટેલના લોકોને સાંજેના 4 વાગ્યાના સમયે થઈ હતી. હાલ પોલીસ બે એંગલથી મામલાની તપાસ કરી રહી છે.

આ હત્યા અંગે એડિશનલ કમિશનર સાઉથ રિજન અભિનવ દેશમુખે જણાવ્યું કે ચર્ચગેટ સ્થિત સાવિત્રીબાઈ ફુલે નામની હોસ્ટેલના એક રૂમમાંથી એક છોકરીની લાશ મળી આવી હતી. તેના ગળામાં દુપટ્ટો હતો અને મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

વોચમેનની પણ મળી લાશ

પોલીસ આરોપી ચોકીદારને શોધી રહી હતી, જે ડ્રાઇવ ગર્લ્સ હોસ્ટેલમાં કામ કરતો હતો, પરંતુ તેનો મૃતદેહ પણ પોલીસને મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચોકીદારનો મૃતદેહ ચર્ની રોડ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો.

ચોકીદારની ઓળખ

ચોકીદારની ઓળખ 35 વર્ષીય ઓમ પ્રકાશ કનોજિયા તરીકે થઈ છે. જો કે હજુ સુધી કોઈ વધારે જાણકારી પ્રાપ્ત થઈ નથી.  ત્યારે મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવતી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. મરીન ડ્રાઈવ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી યુવતી કેમ્પસના ચોથા માળે રહેતી હતી. હોસ્ટેલના લોકોને સાંજે 4 વાગ્યાની આસપાસ ઘટનાની જાણ થઈ હતી. પોલીસને શંકા છે કે તેણી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">