
ટાઇગર શ્રોફ ગોળીબાર કેસમાં પોલીસ તપાસ ચાલુ છે, અને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરતમાં ગોળીબારમાં વપરાયેલી બંદૂક હવે જપ્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી બે પિસ્તોલ જપ્ત કરી છે,સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુના પછી ભાગી રહેલા શૂટરોએ આ હથિયારો સુરતમાં છુપાવ્યા હતા. આ રિકવરી બાદ, પોલીસ હવે આ હથિયારોને ફોરેન્સિક તપાસ માટે મોકલશે.
મુંબઈમાં બોલિવુડ એક્ટર ટાઇગર શ્રોફ પર ફાયરિંગનો મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.મુંબઈ પોલીસ સહિત સુરત પોલીસ દ્વારા પણ કેસમાં મહત્વની તપાસ કરાઈ છે.ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સુરતમાંથી મળી આવી હોવાનું સુત્ર પાસેથી જાણકારી મળી રહી છે.હાલમાં ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલને FSL માટે મોકલવામાં આવશે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી બાય કાર સુરત આવ્યા હતા. સુરતથી ટ્રેનમાં બેસી આરોપીઓ રાજસ્થાન પહોંચ્યા હતાં.
ટાઈગર શ્રોફ પર ગોળીબારની ઘટના અંગે વાત કરીએ તો, 18 ઓક્ટોબરની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કર્યો હતો અને પછી ભાગી ગયા હતા. અભિનેતા સુરક્ષિત બચી ગયો હતો, પરંતુ તેનો ડ્રાઈવર અને એક અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે બાદમાં રાજસ્થાનના કોટામાંથી ત્રણ શૂટરોની ધરપકડ કરી હતી.
આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, તેમનું નિશાન ટાઈગર શ્રોફ નહીં, પરંતુ અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર હતા. તેમણે આ સ્ટાર્સના ઘરોની પણ તપાસ કરી હતી, પરંતુ કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે, તેમણે ટાઈગર શ્રોફને સરળ નિશાન બનાવ્યો હતો.