Breaking News : સુરતમાં ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો, ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી
ક્રાઇમ બ્રાન્ચે પરીક્ષાઓમાં ગેરરીતિ મામલામાં 2 લોકોની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગેરરીતિની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે પછી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં (Competitive Exam) અનેક ગેરરીતિની ઘટનાઓ બનેલી છે. ગુજરાત સરકાર દ્વારા આ ઘટનાઓને રોકવા અનેક મહત્વના નિર્ણય પણ લેવામાં આવ્યા છે. ત્યારે આ વચ્ચે સુરતમાં (Surat) ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પરીક્ષાઓમાં ગેરરીતિ મામલામાં 2 લોકોની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગેરરીતિની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના PSIએ જ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જે પછી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પરીક્ષાઓમાં ગેરરીતિ મામલામાં ક્રાઇમ બ્રાન્ચમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી છે. DGVCL વિભાગની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. જે મામલામાં સુરત બહારના શહેરોમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ માત્ર સુરત જ નહીં વડોદરા અને અમદાવાદમાં પણ ગેરરીતિ આચરી હતી. પોલીસે ઇન્દ્રવદન અશ્વિનભાઇ પરમાર અને ઓવેશ મોહંમદરફીક કાપડવાલા જે સુરત શહેરમાં વરાછા રોડ ખાતે આવેલા “સારથી એકેડેમીં”ના માલિક છે તેની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે તે 11 આરોપીના નામ અને ગુના
- ઇન્દ્રવદન અશ્વિનભાઇ પરમાર રહે. વડોદરા- એજન્ટ મારફત ઉમેદવારોના નામ મેળવી પરીક્ષા કેન્દ્રો ખાતે પાઠવનાર
- ઓવેશ મોહંમદરફીક કાપડવાલા, જે સુરત શહેરમાં વરાછા રોડ ખાતે આવેલ “સારથી એકેડેમીં”ના માલિક છે
- સાંઇકુમાર નામનો વ્યક્તિ રહે. તિરૂપતી, આન્ધ્રપ્રદેશ.-જે સુરત શહેરમાં અમરોલી ખાતે આવેલ “સુટેક્ષ બેંક કોમર્સ કોલેજ” જે કોલેજના કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ
- ભાસ્કર ગુલાબચંદ ચૌધરી- જે વડોદરા, અટલાદરા ખાતે આવેલા “સ્ટેક વાઇસ ટેક્નોલોજી” ના માલિક
- ચિરાયુ શાહ્, ઇમરાન, તથા અનિકેત પ્રમોદભાઇ ભટ્ટ નામના વ્યક્તિઓ જે વડોદરા, અટલાદા ખાતે આવેલ “સેવન ક્લાઉડ” તથા અમદાવાદ નરોડા ખાતે આવેલા “શ્રેય ઇન્ફોટેક” તથા રાજકોટ ખાતે આવેલ “સક્સેસ ઇન્ફોટેક” ના માલિક
- વડોદરાના કોટમ્બી ગામ ખાતે આવેલા “વડોદરા ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનયરીંગ” કોલેજના કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ- જેનુ નામ સરનામુ ખબર નથી.
- નિશીકાંત સિન્હા રહે. ભાયલી, વેવ ક્લબની બાજુમાં, વડોદરા- જે “વડોદરા ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનયરીંગ” કોલેજના કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ સાથે સાંઠગાંઠ ધરાવનાર
- વિદ્યુત પ્રકાશ રહે. વડોદરા- જે વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં આવેલ “કે.જે.આઇ.ટી. એન્જીનયરીંગ કોલેજ” ના કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ,
- અજય પટેલ રહે. ગામ-ચોયલા, તા.બાયડ જી.અરવલ્લી- જે નોકરી ઇચ્છુક ઉમેદવારોનો સંપર્ક કરી લાવનાર એજન્ટ
- મનહર પટેલ રહે. બાયડ, જી.અરવલ્લી- જે નોકરી ઇચ્છુક ઉમેદવારોનો સંપર્ક કરી લાવનાર એજન્ટ
- નોકરી ઇચ્છુક ઉમેદવારોનો સંપર્ક કરી લાવનાર અન્ય એજન્ટ તથા ગેરરીતિ આચરી ઓનલાઇન પરીક્ષામાં પાસ થઇ નોકરી મેળવનાર ઉમેદવારો તથા તપાસમાં જણાઇ આવે તે વગેરે
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો