Breaking News : કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલના બે સાગરીતોની મુંબઈથી ધરપકડ

કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલના(Bobby Patel)  બે સાગરીતોની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના (Ahmedabad)  બોબી પટેલના બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલના બે સાગરીતો પ્રવીણ પટેલ અને હિતેશ પટેલની ધરપકડ કરી છે.

Breaking News : કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલના બે સાગરીતોની મુંબઈથી ધરપકડ
Bobby Patel Arrest
Follow Us:
| Updated on: May 20, 2023 | 1:27 PM

કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલના(Bobby Patel)  બે સાગરીતોની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના (Ahmedabad)  બોબી પટેલના બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલના બે સાગરીતો પ્રવીણ પટેલ અને હિતેશ પટેલની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓની મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓ પાસેથી 5 મોબાઈલ, આધાર કાર્ડ અને કાર કબજે કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના કબૂરબાજીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલની ચાંદલોડિયા ખાતેની ઓફિસમાંથી મળી આવેલા 79 પાસપોર્ટમાંથી 5 પાસપોર્ટ નકલી હોવાનું પુરવાર થયું હતુ. જેના આધારે બોબી સહિત અમદાવાદના 4, ગાંધીનગરના 4, મુંબઈના 3, દિલ્હીના 5 અને અમેરિકાના 1 વ્યક્તિ મળીને 18 લોકો સામે વધુ એક ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, માનવ તસ્કરીના આરોપી બોબી પટેલની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. બોબી પટેલે ત્રણ વર્ષમાં હજારો લોકોને ખોટી રીતે અમેરિકા મોકલ્યા હતા. બોબી પંજાબના ચરણજીત નામના વ્યક્તિ સાથે મળીને આ સમગ્ર રેકેટ ચલાવતો હતો. તે લોકો પાસેથી અલગ અલગ રસ્તે અમેરિકામાં ઘુસવાના અલગ અલગ ભાવ વસુલતો હતો. મેક્સિકોથી જંગલના રસ્તે, નદીથી બોટમાં સવાર થઈને, પનામાના જંગલ અને પહાડોના રસ્તે તથા કેનેડા થઈને રોડ માર્ગે અમેરિકામાં ઘૂસાડવાના અલગ અલગ ભાવ વસૂલતો હતો. એક વ્યક્તિ દીઠ 70થી 90 લાખ રૂપિયા વસુલતો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ડિંગુચાના પરિવારના અમેરિકાની બોર્ડર પર મોત અને ન્યૂયોર્ક પોલીસે પકડેલા બોગસ આઈ.ઈ.એલ.ટી.એસ પરીક્ષા કૌભાંડનો રેલો ગુજરાત સુધી આવ્યો હતો. જેમાં ભરત ઉર્ફે બોબી પટેલ સહિત ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટો પર ગુજરાત પોલીસે સર્વેલન્સ વધાર્યુ હતુ. ભરત ઉર્ફે બોબી પટેલ ગુજરાતમાં કબૂતરબાજીનો મોટો ખેલાડી હોવાથી પોલીસે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ. પોલીસે પોતાના બાતમીદારો એક્ટિવ કરીને તેની દરેક વિગતો એકઠી કરવા લાગ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">