AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ખુરશીદ અહેમદને વિશિષ્ટ સેવા, રાજકુમાર અને સંદિપ સિંહ સહિત 18 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ

સ્વતંત્ર્યતા દિવસને લઈ રાજ્યના 20 પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ જાહેર કરેલ છે.

Breaking News: ખુરશીદ અહેમદને વિશિષ્ટ સેવા, રાજકુમાર અને સંદિપ સિંહ સહિત 18 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ
18 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ
| Updated on: Aug 14, 2023 | 4:28 PM
Share

સ્વતંત્ર્યતા દિવસને લઈ રાજ્યના 20 પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ જાહેર કરેલ છે. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિશિષ્ટ સેવા મેડલ અને પ્રશસનીય સેવા મેડલમાં રાજ્યના ત્રણ IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. ADGP ખુરશીદ અહેમદ IPS અને આઈઓ વિશાલ દેવશીભાઈ ચૌહાણને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ વડે સન્માનિત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસ 2023 માટે દેશના 954 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવનાર છે. 229 ને વીરતા માટે પોલીસ મેડલથી સન્માનીત કરવામાં આવશે. જ્યારે 642ને પ્રશંસનીય સેવા બદલ મેડલ એનાયત કરાશે. 82ને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાનાર છે.

વિશિષ્ટ સેવા મેડલ માટે 2 અધિકારીની પસંદગી કરવામાં આવી છે. જેમાં આઈપીએસ અધિકારી ખુરશીદ અહેમદની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સીઆઈડી આઈબીના આઈઓને પણ વિશિષ્ટ સેવા પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. જ્યારે 18 પોલીસ અધિકારીઓ અને કર્મચારીનેઓને મેરીટોરયસ સર્વિસ માટે મેડલ એનાયત થશે. પ્રશંસનીય કામગીરી બદલ પસંદ કરવામાં આવેલા રાજ્યમાંથી 2 આઈપીએસ અને 4 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.

પ્રશંસનીય મેડલ સન્માનીત પોલીસ અધિકારીઓની યાદી

  1. ડો. રાજકુમાર પાંડિયા (IPS), ADGP, CID ક્રાઈમ અને રેલવે, ગાંધીનગર
  2. સંદિપ સિંહ (IPS), IGP, વડોદરા રેન્જ
  3. સુરેન્દ્રસિંહ બલવંતસિંહ કુંપાવત, Dy SP, ગોધરા પંચમહાલ
  4. જોબદાસ સુર્યનારાયણ પ્રસાદ ગેડમ, Dy SP, અમદાવાદ શહેર
  5. ગિરિરાજસિંહ અનોપસિંહ જાડેજા, હથિયારી Dy SP, સીએમ સિક્યુરિટી
  6. ફિરોજ અબ્દુલભાઈ શેખ,હથિયારી Dy SP,અમદાવાદ શહેર
  7. કિર્તિપાલસિંહ હરિચંદ્રસિંહ પુવાર, PSI, સુરત શહેર
  8. નિતા જિતેન્દ્રભાઈ જંગલે, PSI, CID ક્રાઈમ અને રેલવે, ગાંધીનગર
  9. ભરતસિંહ જોરુભા ગોહિલ, PSI, સુરત શહેર
  10. મનોજ ગુલાબરાવ પાટીલ, PSI, સુરત રેન્જ
  11. ભાર્ગવ મનસુખલાલ દેવમુરારી, હથિયારી PSI,દેવભૂમિ દ્વારકા
  12. પ્રવિણ જસમતભાઈ દેત્રોજા, વાયરલેસ PSI, SRP જૂથ-1, વડોદરા
  13. રવિન્દ્ર શિવરામ માલપુરે, હથિયારી એએસઆઈ, ભરુચ, હાલ વડોદરા રેન્જ કચેરી
  14. દિલીપસિંહ વિજયસિંહ સોલંકી, હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ શહેર
  15. ખિમજી રણમલભાઈ ફફલ,હેડ કોન્સ્ટેબલ, ગાંધીધામ, પૂર્વ કચ્છ
  16. રેખાબેન જયરામભાઈ કેલાટકર, I.O., CID આઈબી, ગાંધીનગર
  17. અશોક અરજનભાઈ મિયાત્રા, A.I.O., CID આઈબી, ગાંધીનગર
  18. રાજેન્દ્રસિંહ ભાવનસંગભાઈ મસાણી, A.I.O., CID આઈબી, ગાંધીનગર

આ પણ વાંચોઃ  USA ગેરકાયદેસર જવાની ઘેલછામાં પાસપોર્ટ એજન્ટને આપ્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરતા 4 સામે ફરિયાદ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">