Breaking News : મહેસાણાના રાધનપુર રોડ પર આરોગ્ય વિભાગ સક્રિય, 30 ખાણી-પીણીના સ્ટોલ પરથી સેમ્પલ લેવાયા, જુઓ Video
ગુજરાતમાં ચોમાસા દરમ્યાન ફેલાતા રોગચાળાને લઇને મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. તેમજ આરોગ્ય વિભાગે મહેસાણાના રાધનપુર વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 30 જેટલા સ્ટોલ પરથી સેમ્પલ લીધા છે. જેમાં ડોમિનોઝ, જય ભવાની વડા પાઉં, લાપીનોઝ સહિતના સ્ટોલ પર તપાસ કરવામાં આવી છે.
Mehsana : ગુજરાતમાં ચોમાસા દરમ્યાન ફેલાતા રોગચાળાને લઇને મહેસાણા આરોગ્ય વિભાગ(Health) સક્રિય થયું છે. તેમજ આરોગ્ય વિભાગે મહેસાણાના રાધનપુર વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 30 જેટલા સ્ટોલ પરથી સેમ્પલ લીધા છે. જેમાં ડોમિનોઝ, જય ભવાની વડા પાઉં, લાપીનોઝ સહિતના સ્ટોલ પર તપાસ કરવામાં આવી છે.
રાધનપુર રોડ વિસ્તારને ઇટ રાઈટ સ્ટ્રીટ ફૂડ હબ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ખાણી પીણી ના સ્ટોલ ઉપર હાઇજેનિક ફૂડ મળે છે કેમ તેની ચકાસણી કરાઈ હતી. જેમાં 30 જેટલા સ્ટોલ ઉપર ચેકીંગ કરી સેમ્પલ લેવાયા હતા.
આ વિસ્તારમાં સમયાંતરે સતત ચેકીંગ કરવામાં આવશે. જિલ્લા કલેકટરની સૂચના અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફૂડ અધિકારી અને ઇન્સ્પેક્ટરોની ટીમ એ ફૂડ વાન સાથે ચેકીંગ કર્યું. જેમાં 100 કરતા વધુ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી અપાયા છે.