AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઉત્તર ગુજરાત માટે આગામી 3 કલાક અતિભારે ! સાબરકાંઠા સહિત 4 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 કલાક ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાય તેવી આગાહી કરી છે.

Breaking News : ઉત્તર ગુજરાત માટે આગામી 3 કલાક અતિભારે ! સાબરકાંઠા સહિત 4 જિલ્લામાં રેડ એલર્ટ
Monsoon 2025
| Updated on: Jul 03, 2025 | 11:14 AM
Share

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 કલાક ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ ખાબક્યો

ઉત્તર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના વડગામમાં 24 કલાકમાં 8.6 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે મહેસાણાના વિજાપુરમાં 6.3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

પાલનપુરમાં 6.1 ઈંચ, દાંતીવાડામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના વાલોડમાં 5.63 ઈંચ, સુરતના ઉમરપાડામાં 5.31 ઈંચ વરસાદ ખાબક્યો છે. મળતી માહિતી અનુસાર રાજ્યના 162 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 25 તાલુકામાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

પાલનપુરની આદર્શ શાળામાં ભરાયા કેડ સમા પાણી

બીજી તરફ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. પાલનપુર પાણી-પાણી થયું છે. પાલનપુરની આદર્શ હાઇસ્કૂલમાં કેડ સમા પાણી ભરાયા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્કૂલ અને રોડ પર કમર સુધી પાણી ભરાયા છે. વિદ્યાર્થીઓ શાળા પણ જઈ શકે તેમ નથી. જેથી શાળા બંધ રાખવાની ફરજ પડી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">