Breaking News : નવરાત્રીમાં ગુજરાત પોલીસ એક્શનમાં ! 22 હજારથી વધુ જાહેર ગરબા સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત, 49 શી-ટીમ તૈનાત

આસ્થા, ઉલ્લાસ અને પરંપરાગત ગરબાના મહાપર્વ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના નાગરિકો નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે તે હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Breaking News : નવરાત્રીમાં ગુજરાત પોલીસ એક્શનમાં ! 22 હજારથી વધુ જાહેર ગરબા સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત, 49 શી-ટીમ તૈનાત
Gujarat Police Navratri Security Mega Plan She Team
Image Credit source: AI Generated
| Updated on: Oct 11, 2026 | 8:18 AM

રાજ્યના સંવેદનશીલ મહાનગરોથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધી નોંધાયેલા કુલ 22 હજારથી વધુ જાહેર ગરબા સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મહોત્સવોમાં લાખો ખેલૈયાઓ ગરબે ઘૂમશે. તેને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ જિલ્લા પોલીસ વડાઓ તેમજ પોલીસ કમિશનરરીને એલર્ટ રહીને પેટ્રોલિંગ વધારવા સ્પષ્ટ આદેશો આપ્યા છે. આસ્થા, ઉલ્લાસ અને પરંપરાગત ગરબાના મહાપર્વ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત પ્લાન તૈયાર કર્યો છે.

ગુજરાત પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ગુજરાતમાં નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે રાજ્યના ડીજીપી દ્વારા તમામ જિલ્લા ના એસ.પી , તમામ શહેરના પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. રાજ્યમાં વિવિધ અતિસંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 17થી વધુ SRP (સ્ટેટ રિઝર્વ પોલીસ) કંપનીઓ ફાળવવામાં આવી છે અને ત્યાં SRP પોઇન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.

નવરાત્રી અને રાવણ દહન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉચ્ચ અધિકારીઓને વિશેષ તકેદારી રાખવા અને તમામ અધિકારીઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવામાં ન આવે અને કોઈ અફવા ન ફેલાય તે માટે ગાંધીનગર સ્થિત સાયબર એક્સેલન્સ સેન્ટર, વિવિધ શહેરોની સાયબર ક્રાઇમ ટીમો, ક્રાઇમ બ્રાન્ચ સહિતની તમામ સંબંધિત એજન્સીઓ દ્વારા સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે.

મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ સજ્જ

નવરાત્રી દરમિયાન ગરબા રમવા આવતી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસની શી ટીમ પણ સજ્જ થઈ ગઈ છે. ગરબા સ્થળોએ રોમિયોગીરી કરનારા અને મહિલાઓની છેડતી કરનારા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે કુલ 49 શી ટીમ તૈનાત કરવામાં આવી છે. મોટા ગરબા આયોજનોથી લઈને શેરી ગરબા સુધી મહિલાઓની સુરક્ષાની જવાબદારી આ ટીમોને સોંપવામાં આવી છે.

મહિલાઓની સુરક્ષા માટે 49 અલગ-અલગ વાહનોમાં શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ ચણિયાચોળી પહેરીને તૈનાત રહેશે. આ મહિલા પોલીસ કર્મચારીઓ ગરબામાં ભાગ લેવાની સાથે જ સાદા વેશમાં રહીને ખાનગી રીતે પણ વોચ રાખશે. જેથી મહિલાઓને પરેશાન કરનારા અને રોમિયોગીરી કરનારા તત્ત્વો પર નજર રાખી શકાય. આવા તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહિલાઓને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા

આ ઉપરાંત, પોલીસ કમિશનર દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓને નવરાત્રી દરમિયાન રોમિયોગીરી કરનારા શખ્સોને ઓળખવા, તેમને પકડવા અને સુરક્ષા સંબંધિત જરૂરી બાબતોનું ધ્યાન રાખવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. ગરબા પૂર્ણ થયા બાદ જો કોઈ મહિલાને રિક્ષા કે કેબ ન મળે, તો તે પોલીસ કંટ્રોલ રૂમ અથવા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે. જરૂરિયાતના સમયે પોલીસ દ્વારા મહિલાઓને સુરક્ષિત રીતે તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસ સજ્જ

નવરાત્રિ દરમિયાન રાજ્યભરમાં ખેલૈયાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યનાં આશરે 364 પાર્ટી પ્લોટ, 2,727 જાહેર ગરબા સ્થળો અને 16,527 શેરી ગરબા સહિત 22 હજારથી વધુ જાહેર સ્થળોએ પોલીસ, હોમગાર્ડ અને TRBના જવાનો તૈનાત રહેશે. શેરી ગરબાથી લઈને મોટા પાર્ટી પ્લોટ સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.

આ પણ વાંચો, Breaking News : અમદાવાદમાં ગરબા પહેલાં મનપાની લાલ આંખ, FSSAI વગરના ફૂડ સ્ટોલ થશે સીલ ! જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.