AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો હતો પ્લાન, ISKP સાથે જોડાયેલા 3 આતંકીના રિમાન્ડ મંજૂર

ગુજરાતના ગાંધીનગરમાંથી ISKP સાથે જોડાયેલા 3 આતંકીને ATSએ દબોચ્યા છે. ગુજરાત ATSએ સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું છે. સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે.

Breaking News : સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો હતો પ્લાન, ISKP સાથે જોડાયેલા 3 આતંકીના રિમાન્ડ મંજૂર
ATS
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2025 | 2:42 PM
Share

ગુજરાતના ગાંધીનગરમાંથી ISKP સાથે જોડાયેલા 3 આતંકીને ATSએ દબોચ્યા છે. ગુજરાત ATSએ સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું છે. સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે. આરોપી ડૉ. સૈયદ ફંડ મેળવી મોટા હુમલાની ફિરાકમાં હતો. કોઈ હુમલાનો અંજામ આપે તે પહેલા અડાલજ નજીકથી આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે. આતંકીઓ પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે. આતંકવાદી ઉત્તરપ્રદેશથી આવ્યા હતા. ત્રણે આતંકીઓ 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

હથિયારો અને સાહિત્ય કબજે કરાયું

મુખ્ય આરોપીઓમાંનો એક સૈયદ અહેમદ ભણેલો-ગણેલો છે અને તે અબુ ખ્દીજા નામના આરોપીના સંપર્કમાં હતો. આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઇરાદે 6 નવેમ્બરની રાત્રે આવ્યા હતા અને તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.

આરોપી સૈયદ 35 વર્ષનો, ચીનથી કર્યો છે MBBSનો અભ્યાસ

પ્રાપ્તથતી માહિતી અનુસાર આતંકવાદી ડૉ. સૈયદ અહેમદના ફોનમાંથી ઘણી માહિતી મળી આવી છે. આરોપી સૈયદ 35 વર્ષનો, ચીનથી MBBSનો અભ્યાસ કર્યો છે.ભારતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓનો ઘણા વિદેશીઓ સાથે સંપર્કમાં હતો. આરોપીઓ અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતા. સૈયદ અફઘાનિસ્તાનના ISKP સાથે જોડાયેલો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જુઓ Video

સૈયદ નામના આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. સૈયદે હૈદરાબાદમાં રહેતા અન્ય બે આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી અને તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવે તેમ હતો.

તપાસમાં સામે આવ્યું છે કે, આતંકીઓએ એક વર્ષ પહેલાં જ રેકી કરી હતી. ATS હવે બીજા આરોપીઓની ઓળખ કરવા અને અન્ય રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરશે. ડો. સૈયદનો પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલો કરવાનો પ્લાન હતો. ફંડ ક્યાંથી આવવાનું હતું અને કેવી રીતે આવવાનું હતું તેની તપાસ હાથ ધરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
g clip-path="url(#clip0_868_265)">