AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર અતીક અહેમદને લઇ યુપી પોલીસ પ્રયાગરાજ જવા રવાના, જુઓ Video

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે સાબરમતી જેલ પહોંચી હતી. જેમાં ડોન અતીક અહેમદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્હીકલમાં બેસાડવામાં આવ્યો છે. જેને પ્રયાગરાજ લઈ જવાય તેવી શક્યતા છે.

Breaking News : સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર અતીક અહેમદને લઇ યુપી પોલીસ પ્રયાગરાજ જવા રવાના, જુઓ  Video
Atiq Ahmedabad Sabarmati Jail
| Updated on: Mar 26, 2023 | 6:09 PM
Share

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. યુપી STFના જવાનો ખાસ વાહનોના કાફલા સાથે સાબરમતી જેલ પહોંચી હતી. જેમાં ડોન અતીક અહેમદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્હીકલમાં બેસાડવામાં આવ્યો છે. જેને પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે.  ઉત્તર પ્રદેશ પોલીસે આ માટે નક્કર વ્યવસ્થા કરી છે. લગભગ 50 પોલીસકર્મીઓની ટીમ  અતીક અહેમદની સાથે છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ અતીક અહેમદનું પહેલું નિવેદન સામે આવ્યું છે. અતીકે કહ્યું કે તેઓ કોર્ટના નામે  મને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવાદથી પ્રયાગરાજ લઈ જવાની શકયતા

જેમાં ઉત્તર પ્રદેશની એસટીએફની ટીમ ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવાદથી પ્રયાગરાજ લઈ જશે . જેમાં મળતી મહિતી મુજબ ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવાદથી હિંમતનગર શામળાજી, રાજસ્થાનના ઉદયપુર, કોટા, મધ્ય પ્રદેશના શિવપુરી, ઉત્તર પ્રદેશના ઝાંસી, બાંદા, ચિત્રકૂટ  થઈ પ્રયાગરાજ લઇ જવાશે.

રિઅલ એસ્ટેટ વેપારી મોહિત જયસ્વાલના અપહરણ અને હત્યાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ

દેશભરમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં પણ અતીક અહેમદની ધરપકડ થાય તેવી શક્યતા છે.ઉત્તરપ્રદેશ પોલીસ સાબરમતી જેલમાં અતીક અહેમદની પૂછપરછ બાદ ટ્રાન્સફર વોરંટના આધારે રોડ માર્ગે પ્રયાગરાજ લઈ જઈ શકે છે. અતીક પર રિઅલ એસ્ટેટ વેપારી મોહિત જયસ્વાલના અપહરણ અને હત્યાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ છે.

પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે

અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ ઉમેશપાલ હત્યા કેસમાં આરોપી છે. જેમા અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલી જેલમાં બંધ છે. સાથે જ યુપી પોલીસ સાબરમતી જેલમાં પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે.

મહત્વનું છે કે ઉમેશ પાલની હત્યા બાદ આતિકની પત્ની શાઈસ્તા પરવીને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, તેના બે સગીર પુત્રો આજમ અહેમદ અને અબાન અહેમદ કયા બાળ સંરક્ષણ ગૃહમાં છે, પોલીસે આનો જવાબ આપવો જોઈએ.

આ અંગે ધુમાનગંજ પોલીસે સીજેએમ કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે અતીક અહેમદના બંને સગીર પુત્રો પ્રયાગરાજના રાજરૂપપુર બાળ સંરક્ષણ ગૃહમાં છે. કોર્ટે અતીકના વકીલને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બાળકોને સોંપવા અંગેની અરજી રજૂ કરવા કહ્યું છે. આ સાથે આ મામલે સુનાવણી માટે 27 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Breaking News : ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ કરી આત્મહત્યા, વારાણસીની હોટલમાંથી મળ્યો મૃતદેહ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">