
10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મળતાં સમગ્ર તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ધમકીભર્યા ઇમેલમાં બપોરે 2:11 કલાકે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના પગલે તત્કાળ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી.સચિવાલય, શાળા અને કોર્ટને બોમ્બની ધમકી મળ્યાનો મામલો એક મોટો ખુલાસો થયો છે.
બોમ્બની ધમકીનું કનેક્શન બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે સંકળાયેલું છે.સાયબર સેલે તપાસ હાથ ધરી 2 આરોપીઓની અટકાયત કરી છે.બિહારનો આરોપી ઝારખંડના ગુલશન કુમાર સાથે સંડોવાયેલો હતો.
ગુલશન કુમાર બાંગ્લાદેશના આતંકી નેટવર્ક સાથે મળી કામગીરી કરતો હતો.આતંકીઓના કહ્યા પ્રમાણે ભેજાબાજો થ્રેટ મેઈલ આઈડી બનાવતા હતા.આરોપીએ 5 લાખથી વધુના ઈ-મેઈલ આડી અને પાસવર્ડ બનાવ્યાનો ખુલાસો થયો છે. આરોપી આતંકી નેટવર્કના આદેશ અને પૈસાના આધારે કામગીરી કરતો હતો.આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન બે ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા હતા. થ્રેટ મેઈલ આઈડી બનાવનાર બે આરોપીઓની અટકાયત કરાઈ છે.આરોપીઓના ગુનાહિત ઈતિહાસ અને બાંગ્લાદેશ કનેક્શનની તપાસ શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે 10 સપ્ટેમ્બરે સચિવાલય, શાળા અને કોર્ટને ઉડાવવાની ધમકીભર્યા ઈમેઈલ આવ્યા હતા.જે બાદ સાયબરની ટીમને બિહારના ભાગલપુરથી આરોપીનું લોકેશન મળ્યું હતું. જેમાં આરોપી રોશન કુમારની અટકાયત કરવામાં આવી છે. તેની સાથે જ ઝારખંડમાંથી ગુલશન કુમાર નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો.ગુલશન કુમાર 2022થી થ્રેટ મેઈલનું કામ કરતો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે હવે આરોપીઓ દ્વારા કેટલા ટ્રાન્ઝિક્શન થયા છે અને કેટલા લોકો આ નેટવર્કમાં જોડાયેલા છે તે અંગે પણ સઘન તપાસ હાથ ધરાઈ છે.