Breaking News: ગુજરાતમાં કોરોનાના નવા 338 કેસ નોંધાયા, એકનું મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 2310એ પહોંચી

ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે.

Breaking News: ગુજરાતમાં કોરોનાના નવા 338 કેસ નોંધાયા, એકનું મૃત્યુ,  એક્ટિવ કેસની સંખ્યા 2310એ પહોંચી
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 10:37 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 31 માર્ચના રોજ કોરોનાના નવા 338 કેસ નોંધાયા છે  અને એક વ્યક્તિનું અવસાન થયું છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 2310એ પહોંચ્યા છે.  જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમદાવાદ જિલ્લામાં 03, અમદાવાદમાં 89 , અમરેલીમાં 07, આણંદમાં 05, બનાસકાંઠામાં 12, ભરૂચમાં 08, ભાવનગર જિલ્લામાં 01, ભાવનગરમાં 04, દાહોદમાં 01, ગાંધીનગર જિલ્લામાં 01, ગાંધીનગરમાં 09 , ગીર સોમ નાથમાં 03, જામનગર જિલ્લામાં 02, જામનગરમાં 02, ખેડામાં 01 , કચ્છમાં 05 ,મહેસાણામાં 12, મોરબીમાં 34, પાટણમાં 01,પોરબંદરમાં 03, રાજકોટમાં જિલ્લામાં 22 , રાજકોટમાં 22 , સાબરકાંઠામાં 14, સુરતમાં જિલ્લામાં 06, સુરતમાં 31, સુરેન્દ્રનગરમાં 01, વડોદરામાં 25 ,વડોદરા જિલ્લામાં 03 અને  વલસાડમાં 06 કેસ નોંધાયા છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર

ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.

બેઠકમાં થઇ વધતા કોરોના કેસ અંગે ચર્ચા

ગઇકાલે ગાંધીનગરમાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના વધતા કેસના પગલે કેટલાક પગલા લેવાની વાત કરવામાં આવી હતી. તેની સાથે જ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠક પછી ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરો આવતા રહે છે. અહીં ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી મુસાફરો વધુ આવતા હોય છે. ત્યારે આ છ દેશના મુસાફરો માટે આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ છ દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ બતાવાના રહેશે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જે પછી જ આ છ દેશના મુસાફરો ગુજરાતમાં પ્રવાસ કરી શકશે અને ગુજરાતમાં રોકાઇ શકશે.

Omicronના XBB.1.16 વેરિઅન્ટના કેસ વધ્યા

Omicronના XBB.1.16 વેરિઅન્ટને ભારતમાં કોરોના કેસ વધવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. આ પ્રકાર 12 દેશોમાં જોવા મળ્યો છે. અમેરિકા, સિંગાપોર, ચીન, યુકે અને બ્રુનેઈમાં આ વેરિઅન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં, મહારાષ્ટ્ર અને કેરળમાં XBB.1.16 વેરિઅન્ટના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં XBB.1.16 વેરિઅન્ટના સંક્રમિત લોકોની સંખ્યા 600ને વટાવી ગઈ છે.

કોવિડનું નવું સ્વરૂપ વધુ ચેપી-નિષ્ણાંત

નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડનું નવું સ્વરૂપ વધુ ચેપી છે. જેના કારણે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે ઓમિક્રોનના જૂના વેરિઅન્ટ XBBમાં મ્યુટેશન પછી બનાવવામાં આવે છે. જોકે, આના કારણે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના કેસોમાં કોઈ વધારો થયો નથી. ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન જે લક્ષણો કોરોના દર્દીઓમાં જોવા મળી રહ્યા હતા, તે જ રીતે હજુ પણ જોવા મળી રહ્યા છે. નવા વેરિઅન્ટથી લક્ષણોમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. કોવિડથી સંક્રમિત થયા પછી માત્ર ખાંસી-શરદી અને હળવા તાવની ફરિયાદો જ જોવા મળે છે. ન્યુમોનિયા કે ફેફસાના ચેપના કેસ નથી આવી રહ્યા.

આ પણ વાંચો : Gujarati Video : વડોદરામા શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાના ઘેરા પ્રત્યાઘાત, ધારાસભ્ય કેયૂર રોકડીયાએ કહી આ વાત

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">