Surat Breaking News : સુરતમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં લાગી આગ, ફાયર ફાયટરની ટીમ પહોંચી ઘટનાસ્થળે
સુરતના જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં આગ લાગી છે. આ માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.
Surat : સુરતના જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં આગ (Fire) લાગી છે. આ માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.
સુરતના બોમ્બે માર્કેટમાં આવેલી છે 500 જેટલી દુકાન
સુરતમાં આજે વહેલી સવારે જૂની બોમ્બે માર્કેટમાં લાગી આગ લાગવાની ઘટના બની છે. જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનો આવેલી છે. અહીં લગભગ 500 દુકાનો આવેલી છે. ત્યારે વેપારીઓ ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચી ગયા હતા.
શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં નંદીની નામની દુકાન આગ લાગી છે. અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ત્યારે વેપારીઓ આગની ઘટનાની જાણતા જ સ્થળ પર જ પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ શરુ કર્યુ હતો. વેપારીઓનું કહેવુ છે કે ટાંકીમાં પાણી ન હોવાના કારણે વિકટ પરિસ્થિતિ થઇ હતી અને આગ બુઝાઇ શકાઇ ન હતી. જે પછી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.
વેપારીઓએ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના લગાવ્યા આક્ષેપ
ફાયર બ્રિગેડની લગભગ પાંચ ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનની અંદરનો સામાન બળીને ખાક થઇ ગયો છે. અંદાજે વેપારીને એક કરોડ રુપિયાથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજો છે. તો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે માર્કેટમાં ફાયર કંટ્રોલના સાધનો ન હોવાના પગલે આગુ બુઝાવવાની કામગીરીમાં હાલાકી પડી રહી છે.