Breaking News : દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઇથી 51 કિમી દૂર

|

Sep 19, 2023 | 9:09 AM

વધુ એક કુદરતી આફત આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રે 11:58 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઇથી 51 કિમી દૂર હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

Breaking News : દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઇથી 51 કિમી દૂર

Follow us on

Bharuch :  ગુજરાતમાં એક તરફ વરસાદી મુસીબત ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે વધુ એક કુદરતી આફત આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે. રાત્રે 11:58 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઇથી 51 કિમી દૂર હોવાનું માનવામાં આવી રહ્યુ છે.આ પહેલા એક સપ્ટેમ્બરે કચ્છમા દુધઇમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

આ વાંચો-Women Reservation Bill: મહિલા અનામત બિલ પર ચર્ચા તેજ, ​​જાણો કઈ પાર્ટીની કેટલી મહિલા સાંસદ?

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર અથડાવવાના કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.  આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos
શિયાળામાં ડલ પડી ગયેલી ત્વચા પર લગાવો આ વસ્તુ, ચમકી ઉઠશે ચહેરો
વિશ્વની 10 સૌથી મોટી સિમેન્ટ કંપની, જાણો UltraTech નો કયો નંબર છે?

ભૂકંપ માપવા માટેનું માપ શું છે ?

રિએક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ભૂકંપને માઇક્રો શ્રેણીમાં રાખવામાં આવે છે. મતલબ કે આ પ્રકારના ભૂકંપની તીવ્રતા એટલી ઓછી રહે છે કે લોકોને તેનો અનુભવ થતો નથી. તે માત્ર અત્યાધુનિક સિસ્મોમીટરથી જ શોધી શકાય છે. 2.0 થી 2.9 ની તીવ્રતાના ભૂકંપો ગૌણ શ્રેણીમાં આવે છે. 3.0 થી 3.9 સુધીની તીવ્રતાના આંચકામાં કોઈપણ પ્રકારના નુકસાનની શક્યતા નહિવત છે.

ભૂકંપના રિકટર સ્કેલ અને અસર

0થી 1.9 રિકટર સ્કેલ – માત્ર સિસ્મોગ્રાફથી તેની જાણ થાય છે, 2થી 2.9  રિકટર સ્કેલ – હળવું કંપન, 3થી 3.9 રિકટર સ્કેલ – ટ્રક નજીકથી પસાર થાય તેવું કંપન, 4થી 4.9 રિકટર સ્કેલ – બારીના કાચ તૂટે, 5થી 5.9 રિકટર સ્કેલ – ફર્નિચરમાં હલચલ, 6થી 6.9રિકટર સ્કેલ  – મકાનોના પાયા હલે છે, 7થી 7.9 રિકટર સ્કેલ – મકાનો પડી શકે છે, 8થી 8.9 રિકટર સ્કેલ – પુલો પણ પડી શકે અને સુનામીનું જોખમ, 9થી વધારે રિકટર સ્કેલ  – સંપૂર્ણ તબાહી થાય છે

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:42 am, Tue, 19 September 23

Next Article