Gujarati Video: મોબાઈલ શોપમાં મહિલા મુકીને ગયેલી થેલીમાં થયો બ્લાસ્ટ, બ્લાસ્ટ અંગે થયો ચોંકાવનારો ખુલાસો

રાજકોટ (Rajkot) શહેરમાં બનેલી બ્લાસ્ટની ઘટનામાં FSL તપાસમાં જાણવા મળ્યું હતું કે, અજાણી મહિલા પ્લાસ્ટિકની થેલીમાં રમકડાની કારમાં બેટરી હતી. આ લિક્વિડ બેટરીના સંપર્કમાં આવતા બ્લાસ્ટ થયો હતો અને દુકાનમાં આગ ભભૂકી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 7:17 PM

રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં રહસ્યમ રીતે બ્લાસ્ટ થવા અંગે મહત્વનો ખુલાસો થયો છે. રાજકોટ FSLના પ્રાથમિક રિપોર્ટમાં ભેદી બ્લાસ્ટને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી છે. અજાણી મહિલા પ્લાસ્ટિકની થેલીમાં રમકડાની કાર લઈને આવી હતી. આ રમકડાની કારની બેટરીમાં લિક્વિડ લીક થતા આ ઘટના ઘટી હતી. તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ પણ વાંચો-Surat : લીંબાયતમાં થયેલી 2.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીની પોલીસે કરી ધરપકડ

લિક્વિડ બેટરીના સંપર્કમાં આવતા બ્લાસ્ટ થયો હતો

રાજકોટ શહેરમાં બનેલી બ્લાસ્ટની ઘટનામાં FSL તપાસમાં જાણવા મળ્યું હતું કે અજાણી મહિલા પ્લાસ્ટિકની થેલીમાં રમકડાની કારમાં બેટરી હતી. આ લિક્વિડ બેટરીના સંપર્કમાં આવતા બ્લાસ્ટ થયો હતો અને દુકાનમાં આગ ભભૂકી હતી. આ ઉપરાંત FSLના તપાસમાં મહિલાની થેલીમાં કોઈ વિસ્ફોટક પદાર્થ ન હોવાનું સામે આવ્યું છે. રમકડાની કારના ટુકડા તપાસ માટે ગાંધીનગર પણ મોકલવામાં આવશે.

મહિલા પાર્સલ રાખી જતી રહી હતી

મોબાઈલની દુકાનમાં એક અજાણી મહિલા મોબાઈલની એસેસરીઝની વાતચીત કર્યા બાદ મહિલા પાસે રહેલું પાર્સલ થોડીવાર માટે રાખવાનું કહી મહિલા જતી રહી હતી. મહિલા લાંબા સમય પછી પણ દુકાનમાં આવી નહોતી. ત્યારબાદ દુકાન બંઘ કરવાના સમયે પાર્સલ દુકાનમાં રાખી દીધું હતું. પરંતુ ટૂંક સમયમાં આ પાર્સલમાંથી આગ ભભૂકી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">