Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વાવાઝોડાને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસશે

Breaking News : વાવાઝોડાને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી
Cyclone Biporjoy
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 15, 2023 | 11:53 AM

Cyclone Biporjoy : ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે.

આ પણ વાંચો-Viral Video: પાકિસ્તાની રિપોર્ટરે બિપરજોય વાવાઝોડા દરમિયાન હવામાનની સ્થિતિ વિશે આવી રીતે કર્યુ રિપોર્ટિંગ, લોકોએ ચાંદ નવાબને કર્યા યાદ

તો બીજી તરફ આજે વહેલી સવારથી જ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરના પગલે વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શરુઆત થઇ છે. આગાહી વચ્ચે ભારે પવન ફુંકાવાની સાથે વરસાદી (Rain) માહોલ છવાયો છે.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

ઈન્ડિયન આર્મીના 78 જવાનોને તહેનાત

બિપોરજોયના ખતરાને જોતા દ્વારકામાં ઈન્ડિયન આર્મીની બટાલીયન તૈનાત કરવામાં આવી છે. ઈન્ડિયન આર્મીના 78 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આર્મી બટાલીયનની મુલાકાત લીધી હતી. સાથે જ જવાનોનો જૂસ્સો વધાર્યો હતો. આર્મીની બટાલીયન રેસ્ક્યૂ માટેના ઉપકરણો સહીત તૈનાત કરવામાં આવીછે સાથે જ આ બટાલીયનમાં તબીબ અને એન્જિનિયરની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.

દ્વારકામાં ઓખાના બંદર પર લાંગરેલી બોટને નુકસાન થયુ

ગુજરાતમાં તોળાઈ રહેલા સંભવિત સંકટના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ત્યારે વાવાઝોડાના કારણે દેવભૂમિ દ્વારકામાં ઓખાના બંદર પર લાંગરેલી બોટને નુકસાન થયુ છે. દરિયામાં ભરતીના કારણે બોટને નુકસાન પહોંચ્યું છે. ફિશીંગ બોટ એકબીજા સાથે અથડાતી જોવા મળી હતી ઓખા-આરંભડા વચ્ચે 3000 જેટલી બોટ લાંગરી દેવામાં આવી છે.

દ્વારકા-પોરબંદર હાઇવે પર વીજપોલ ધરાશાયી

દ્વારકામાં બિપોરજોય વાવાઝોડા પહેલા જ ભારે નુકસાન થયું છે, ત્યારે દ્વારકા-પોરબંદર હાઇવે પર વીજપોલ ધરાશાયી થયા છે. બરાડિયા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વીજપોલ ઉખડી પડયા. બિપોરજોઈ વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ ઉખડી પડતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">