AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક કરી 70 હજાર ડોલરની માગ, હોસ્પિટલના તમામ ડેટા ગાયબ

અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક કરી 70 હજાર ડોલરની માગ કરવામાં આવી છે. હોસ્પિટલના તમામ ડેટા ગાયબ થઇ ગયા છે.

Breaking News : અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક કરી 70 હજાર ડોલરની માગ, હોસ્પિટલના તમામ ડેટા ગાયબ
Mihir Soni
| Edited By: | Updated on: May 16, 2023 | 9:58 PM
Share

દિલ્હી એઇમ્સમાં થયેલા સાયબર એટેકની (Cyber ​​attack) જેમ જ અમદાવાદની કે.ડી. હોસ્પિટલના (KD Hospital) સર્વર પર સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવ્યું છે. રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન કર્યું છે. હોસ્પિટલની ફાઇલ, દર્દીના ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઇ ગયા છે. 70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરવામાં આવી છે.

અમદાવાદમાં કેડી હોસ્પિટલમાં થયેલા આ  રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન થઇ ગયુ છે. સર્વર ડાઉન થતા હોસ્પિલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. દર્દીઓના ડેટા સહિતની માહિતી ગાયબ થઇ જતા હોસ્પિટલમાં ભારે હાલાકી પડી રહી છે.

દિલ્હી AIIMS હોસ્પિટલમાં પણ થયો હતો સાયબર એટેક

રેન્સમવેર એટેક અત્યાર સુધી કોઈ મોટી કંપનીમાં થતો હોવાનું સાંભળ્યું હશે પણ પહેલી વખત અમદાવાદની એક હોસ્પિટલને હેકર્સએ ટાર્ગેટ કરી છે. રેન્સમવેર અટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન કરી હેકર્સ દ્વારા હોસ્પિટલની ફાઈલોમાં રહેલા ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ઇન્ક્રીપ્ટ કરી દેવાયા હતા. સાયબર અટેક કરી કોમ્પ્યુટર સર્વને નિશાન બનાવી હેકર દ્વારા 70 હજાર બીટકોઈમાં ટ્રાન્સફર કરવાની માંગ કરાઈ હતી. 70 હજાર ટ્રાન્સફર કર્યા બાદ ડેટા પરત આપવાની હેકર્સ દ્વારા ઇ-મેલથી જાણ કરી હતી.

સમગ્ર ઘટનાની વિગત અનુસાર એસ. જી હાઇવે પાસે આવેલી કે.ડી.હોસ્પિટલના આઈ.ટી હેડ કિશોર ગોજીયાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 13 તારીખના રોજ રાત્રીના સમયે હોસ્પિટલના નાઈટ સુપરવાઈઝરનો તેઓને ફોન આવ્યો હતો અને હોસ્પિટલના સોફ્ટવેર યુઝર કામ ન કરતા હોવાનું કહી સર્વર ડાઉન થયા હોવાની વાત કરી હતી. બાદમાં કિશોરભાઈએ સર્વરનું વી.એમ વેર કનેક્ટ કર્યું હતું.જેમાં બધા જ સોફ્ટવેર બંધ બતાવતા હતા.

જે બાદ સર્વર અને સોફ્ટવેર ચેક કરતા કોઈ અજાણ્યા હેકર ગ્રુપ દ્વારા હોસ્પિટલના સોફ્ટવેર પર રેન્સમવેર એટેક કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તાત્કાલિક ઇન્ટરનેટથી બધા જ સર્વરો નું કનેક્શન બંધ કરી દીધું હતું જેથી બાકીની વસ્તુઓ કે જેમાં કઈ કઈ સિસ્ટમને નુકસાન થયું છે અને કોઈ ડેટા રીકવર થઈ શકે છે કે તે કેમ તે બાબતે તપાસ કરી રહ્યા હતા. જેમાંથી જાણ થઈ કે એક સર્વર ઉપર હેકર્સની એક્ટિવિટી ફાઇલ ચાલુ હતી અને બધી જ ફાઈલો ઇન્ક્રીપ્ટ થયેલી જોવા મળી હતી.જે હોસ્પિટલના ખૂબ જ અગત્યના ડેટા ને પણ હેકર દ્વારા નુકસાન કરવામાં આવ્યું હતું.

રેન્સમવેર એટેક બાદ હોસ્પિટલના સી.ઇ.ઓ ડોક્ટર પાર્થ દેસાઈએ ગાંધીનગર એન.એફ.એસ.યુ ખાતે જાણ કરાઈ હતી. જેમાંથી ત્યાંની ટીમ આવી જતા તેઓ સર્વરની ઇમેજ અને ઇન્ક્રીપ્ટ થયેલા સર્વરોની ઇમેજ લેવાનું કામ શરૂ કર્યું હતું..આ દરમિયાન તેઓના કોમ્યુટરમાં એક ફોટો આવેલો હતો જેમાં અમે તમારી હોસ્પિટલના તમામ ડેટા ઇન્ક્રિપ્ટ કરી નાખ્યા છે જો તમારે ડેટા પાછા જોઈતા હોય તો અમારા આઈડી ઉપર રહેલ નંબર પર અમારો સંપર્ક કરો તેઓ મેસેજ હતો..જેથી હેકર દ્વારા આપવામાં આવેલા આઈડી ઉપર કોમ્યુનિકેશન કરવાનો પ્રયત્ન કર્યો હતો.જેમાં વળતો મેસેજ આવ્યો હતો કે 70 હજાર ડોલર આપો જેથી ફરિયાદી કિશોરભાઈએ કોઈ રીપ્લાય આપ્યો નહોતો. ત્યારબાદ સોમવારે ફરી હોસ્પિટલ આઈડી ઉપર ઇમેલ આવ્યો હતો કે અમે માંગેલી રકમ ઉપર તમને ડિસ્કાઉન્ટ આપવા તૈયાર છે જેનો પણ ફરિયાદી કિશોરભાઈ કોઈ જવાબ આપ્યો ન હતો કારણકે હોસ્પિટલના તમામ પેશન્ટના ડેટા સાચવી રાખવા હોવાથી આખરે કિશોરભાઈ પોલસીમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો-Gujarati video : 7 વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે, પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા

નોંધનીય છે કે કે.ડી.હોસ્પિટલમાં વિદેશ જતા લોકોની મેડિકલ ડિટેઇલ સાથે જ દર્દી સહિતના અનેક મહત્વના પુરાવા હોવાથી હેકર્સ ગ્રૂપ દ્વારા ટાર્ગેટ કર્યા હોવાની પોલીસને આશંકા છે. ત્યારે આ ધટના લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ સહિતની અલગ અલગ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. ત્યારે મોટા ભાગે લોકો હેકર્સએ માગેલા પૈસા ચૂકવી દેતા હોય છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">