AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજ્યમાં કોરોનાનો કહેર, આજે નોંધાયા નવા 323 કેસ, 2000થી વધુ એક્ટિવ કેસ

આજે 323 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2091 પર પહોંચ્યો છે. જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2086 દર્દીઓ સ્ટેબલ છે. કોરોના રિકવરી રેટ 98.98 થયો છે. ગઈકાલની જેમ આજે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. જે એક મોટા રાહતના સમાચાર છે.

Breaking News: રાજ્યમાં કોરોનાનો કહેર, આજે નોંધાયા નવા 323 કેસ, 2000થી વધુ એક્ટિવ કેસ
corona virus
| Updated on: Apr 19, 2023 | 7:52 PM
Share

આજે 19 એપ્રિલે રાજ્યમાં કોરોના વાઈરસના નવા 323 કેસ નોંધાયા છે અને 381 દર્દીઓ સાજા થયા છે. ત્યારે એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 2091 કેસ હાલમાં રાજ્યમાં એક્ટિવ છે સાથે જ રિક્વરી રેટ 98.98 ટકા નોંધાયો છે.  ગઈ કાલ કરતા આજે કોરોનાના નવા કેસમાં મોટો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો: Atiq Ashraf Murder : કોના ઈશારે થઈ માફિયા બ્રધર્સની હત્યા ? ત્રણેય શૂટરોના રિમાન્ડ મંજૂર, હવે SIT કરશે સઘન પૂછપરછ

આજે ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આજે અમદાવાદમાં 110, સુરતમાં 23, વડોદરામાં 29, મહેસાણામાં 25, વલસાડમાં 13, ગાંધીનગર જિલ્લામાં 11, સુરત જિલ્લામાં 15, ભરુચમાં 12, સાબરકાંઠામાં 9, અમરેલીમાં 5, પાટણમાં 5, ગાંધીનગરમાં 8, રાજકોટમાં 3, બનાસકાંઠામાં 2, મોરબીમાં 5, રાજકોટ જિલ્લામાં 3, આણંદમાં 6, વડોદરા જિલ્લામાં 10, બોટાદમાં 0, ગીર સોમનાથમાં 1, નવસારીમાં 5, કચ્છમાં 1, નર્મદામાં 0, પંચમહાલમાં 2, સુરેન્દ્રનગરમાં 6, તાપીમાં 0, અમદાવાદ જિલ્લામાં 1, ભાવનગરમાં 4 અને જામનગરમાં 2 કેસ

આજે 323 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2091 પર પહોંચ્યો છે. જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2086 દર્દીઓ સ્ટેબલ છે. કોરોના રિકવરી રેટ 98.98 થયો છે. ગઈકાલની જેમ આજે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. જે એક મોટા રાહતના સમાચાર છે.

આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…

  1. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
  2. તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
  3. મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
  4. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
  5. એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
  6. એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
  7. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
  8. મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">