Breaking News : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુંબઈ જવા રવાના

સીએમ ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) પુત્ર અનુજ પટેલને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રના ખબર જાણવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુંબઈ જવા રવાના થયા છે. તેઓ પણ હિન્દુજા હોસ્પિટલ જશે.

Breaking News : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુંબઈ જવા રવાના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 7:09 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રના ખબર જાણવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુંબઈ જવા રવાના થયા છે. તેઓ પણ હિન્દુજા હોસ્પિટલ જશે.

આ પણ વાંચો-Breaking News : CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુંબઈ જવા રવાના

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી અનુજ પટેલને તાત્કાલિક ધોરણે સારવાર માટે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી તેમનું બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી સહિત તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર રહ્યો હતો. જે પછી અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી. જો કે બાદમાં અનુજ પટેલને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અગાઉ આ અંગે કેડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસરે સત્તાવાર નિવેદનના જણાવ્યું હતુ કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક સારવાર માટે 2. 45 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સર્જરી કરવામાં આવી હતી.

સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાંનું એક ગંભીર માથાનો દુખાવો

શરીરમાં ઓક્સિજન અને રક્ત પરિભ્રમણમાં ઘટાડો થવાને કારણે મગજમાં હાજર નર્વ્સ નબળી થવા લાગે છે. જેના કારણે સ્ટ્રોક પણ આવે છે. સ્ટ્રોક બે પ્રકારના હોય છે. પહેલો બ્લડ ક્લોટ સ્ટ્રોક અને બીજો બ્રેઈન હેમરેજ છે. સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોમાંનું એક ગંભીર માથાનો દુખાવો છે. દર્દી યોગ્ય રીતે બોલી શકતો નથી. તેની જીભ લથડવા લાગે છે. આંખો સામે અંધારા આવે છે, શરીરના હાથ-પગ સુન્ન થવા લાગે છે.

સ્ટ્રોકના કિસ્સામાં વહેલી સારવાર મેળવવી ખૂબ જ જરૂરી છે

ડૉક્ટરના જણાવ્યા અનુસાર, જો આમાંના કોઈપણ લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ. કારણ કે સ્ટ્રોકના કિસ્સામાં વહેલી સારવાર મેળવવી ખૂબ જ જરૂરી છે. જો આમા થોડો વિલંબ દર્દીના જીવનને જોખમમાં મૂકી શકે છે. સ્ટ્રોકના કિસ્સામાં, પ્રથમ ત્રણથી ચાર કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જોવા મળે છે કે મોટા ભાગના દર્દીઓ હોસ્પિટલે મોડેથી પહોંચે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">