AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જુનાગઢમાં ડિમોલિશનને લઈને પોલીસ અને એક જૂથ વચ્ચે ઘર્ષણ, DYSP થયા ઘાયલ, જુઓ Video

જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન ઘર્ષણ થયું છે. અસામાજિક તત્વોએ વાહનોમાં આગચંપી કરી. DySP સહિત પોલીસના અનેક કર્મીઓ પણ ઘાયલ થયા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો

| Updated on: Jun 16, 2023 | 11:42 PM
Share

Junagadh :જુનાગઢમાં મજેવડી વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન ઘર્ષણ થયું છે. અસામાજિક તત્વોએ વાહનોમાં આગચંપી કરી. DySP સહિત પોલીસના અનેક કર્મીઓ પણ ઘાયલ થયા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

મિલકતના ડિમોલિશનને લઈને પોલીસ અને એક જૂથ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બીચક્યો હતો. અસામાજિક તત્વોએ મજેવડી પોલીસચોકી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ડીવાયએસપી, PSI અને પોલીસ કર્મીઓ આ ઘટનામાં ઘાયલ થયા હતા. સરકારી ગાડીમાં આગ ચંપાઇ છે. STબસ ને પણ નુકશાન પહોંચાડ્યુ. રસ્તા પર એસટી બસ પર પથ્થરમારો કરાયો હતો. જે દરમ્યાન બસમાં બેઠેલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઈ કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. પોલીસ દ્વારા ટીયરગેસ પણ છોડવામાં આવ્યા છે.

મજેવડી ખાતે આવેલી દરગાહને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ કોઈ પ્રત્યુતર નહીં મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે દરમ્યાન પોલીસ સાથે ઘર્સરણ થયું હતું. આ દરમ્યાન સરકારી વાહનોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. સોડાની બોટલ અને પત્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : જૂનાગઢમાં વાવાઝોડાથી તાબાહી, 10થી વધુ કાચા મકાનો પણ જમીનદોસ્ત, જુઓ Video

DYSPના માથાના ભાગે આ ઘટનામાં ઇજા પહોંચી હતી. હાલમાં જિલ્લાની પોલીસ અન્ય જીલ્લામાં બિપરજોય વાવાઝોડાની કામગીરીમાં મોકલી હોવાને કારણે પોલીસ આ ઘટનામાં પહોંચી વળવું મુશ્કેલ બન્યું હતું.

લાંબો સમય ચાલેલા આ ઘર્સરણ બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. દરગાહ તોડવા માટે જે નોટિસ આપવામાં આવી હતી જેને કારણે આ મામલો ઉગ્ર બન્યો હતો. જોકે ઉચ્ચ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. અને પોલીસ તેમજ આમ જનતા પર હુમલો કરનારા આરોપીઓને પણ ઝડપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(with input : vijaysinh parmar)

જુનાગઢ જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">