Cyclone Biporjoy: જૂનાગઢમાં વાવાઝોડાથી તાબાહી, 10થી વધુ કાચા મકાનો પણ જમીનદોસ્ત, જુઓ Video
જૂનાગઢમાં બિપરજોય બાદ વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે પવન સાથે વરસાદને કારણે નુકસાન થયું છે. માંગરોળ તાલુકમાં પવનને કારણે ભારે તારાજી સર્જી છે. જૂનાગઢમાં 250થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જિલ્લામાં વીજપોલને પણ મોટાપાયે નુકસાન થયું છે.
Cyclone Biporjoy: જૂનાગઢ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. છેલ્લા 4 દિવસમાં બિપરજોય વાવાઝોડાએ જૂનાગઢ જિલ્લામાં ભારે તબાહી મચાવી છે. ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે 250થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે વીજપોલને પણ મોટાપાયે નુકસાન થયું છે. અંદાજે 900થી વધુ વીજપોલ ધરાશાયી થવાને કારણે સમગ્ર વિસ્તારમાં અંધાર પટ છવાયો હતો. એટલું જ નહીં 10થી વધુ કાચા મકાનો પણ જમીનદોસ્ત થયા.
આ પણ વાંચો : વડોદરામાં ચિખોદરા ધનિયાવીમાં તોફાની પવનને કારણે દીવાલ પડતા એક મહિલાનું મોત
ઠેર ઠેર ભારે પવન ફૂંકાવવાના કારણે નુકસાનીના દૃશ્યો સામે આવ્યા છે. ભવનાથ ખાતે આવેલા જૂના અખાડાનો ગેટ ભારે પવનના કારણે ધરાશાયી થઇ ગયો. તૂટેલા ગેટનો સમગ્ર કાટમાળ રસ્તા પર વિખેરાઇ ગયો. રોપવે પાસે આવેલું વીજ પોલ પણ ધરાશાયી થઇ ગયું. ભવનાથમાં કેટલાંક સ્થળો પર વૃક્ષો પણ જમીનદોસ્ત થઇ ગયા છે.
જો કે લોકોની અવરજવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ કર્યો હોવાથી જાનહાનિ નથી થઇ. બિપરજોય વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી. હજી પણ બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢમાંથી નુકસાનીના દૃશ્યો સામે આવ્યા છે.
