Breaking News: મહાઠગ કિરણ પટેલના પ્રેસ્ટીજ બંગલામાંથી મળી આવી એક્સિસ બેંકની ચેકબુક, થઈ શકે છે મહત્વના અને મોટા ખુલાસા

મહાઠગ કિરણ પટેલના ઘોડાસર સ્થિત પ્રેસ્ટીજ બંગલોમાંથી કિરણના બેંક એકાઉન્ટની પાસબુક અને ચેક મેળવવામાં આવ્યા હતા. કિરણ પટેલના નામની એક્સિક બેંકની ચેક બુક મળી આવી છે આ ઉપરાંત HDFC, બેંક ઓફ અલાહાબાદ અને બેંક ઓફ ઇન્ડિયાના બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા.

Breaking News: મહાઠગ કિરણ પટેલના પ્રેસ્ટીજ બંગલામાંથી મળી આવી એક્સિસ બેંકની ચેકબુક, થઈ શકે છે મહત્વના અને મોટા ખુલાસા
Follow Us:
| Updated on: Apr 10, 2023 | 8:04 PM

મહાઠગ કિરણ પટેલના ઘોડાસર સ્થિત પ્રેસ્ટીજ બંગલોમાંથી કિરણના બેંક એકાઉન્ટની પાસબુક અને ચેક મેળવવામાં આવ્યા હતા. કિરણ પટેલના નામની એક્સિક બેંકની ચેક બુક મળી આવી છે આ ઉપરાંત HDFC, બેંક ઓફ અલાહાબાદ અને બેંક ઓફ ઇન્ડિયાના બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા.

મહાઠગ કિરણ પટેલની કસ્ટડી મેળવ્યા બાદ હવે ક્રાઇમ બ્રાંચે તેના કૌભાંડો મામલે પુરાવાઓ શોધવાની કવાયત હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલને લઇને તેના ઘોડાસર સ્થિત પ્રેસ્ટીજ બંગલો પહોંચી અને મોટા પાયે સર્ચ હાથ ધર્યું હતું. આ તપાસમાં પોલીસ દ્વારા લગભગ બે કલાક સુધી સર્ચની કામગીરી ચાલી હતી.

પોલીસની ટીમે એક બેગ ભરીને દસ્તાવેજ કબ્જે કર્યા

આ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક બેગ ભરીને જરૂરી દસ્તાવેજો કબ્જે કર્યાં છે. ઠગ કિરણના બેંક એકાઉન્ટની પાસબુક અને ચેક મેળવવામાં આવ્યા હતા. તેમજ કિરણ પટેલના નામની એક્સિક બેંકની ચેક બુક મળી આવી છે. આ ઉપરાંત HDFC, બેંક ઓફ અલાહાબાદ અને બેંક ઓફ ઇન્ડિયાના બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

થઈ શકે છે  મહત્વના ખુલાસા

કિરણના બેંક એકાઉન્ટની માહિતી સામે આવ્યા બાદ અનેક મહત્વના ખુલાસાઓ થઇ શકે છે. કૌભાંડીએ સિંધુ ભવન રોડ પરનો જે બંગલો પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું તે બંગલાની જૂની અને નવી ચાવીઓ પણ પોલીસને મળી આવી. આ ઉપરાંત ઠગ કિરણે મકાનમાં કરેલી વાસ્તુપૂજાની પત્રિકા અને કવર મળી આવ્યા. તેમજ બંગલાના રિનોવેશનનો લે-આઉટ પ્લાન પણ મળ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે હવે દસ્તાવેજોના આધારે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

મહાઠગ કિરણ પટેલની ધરપકડ કર્યા બાદ કોર્ટે ક્રાઇમ બ્રાંચને તેના 8 દિવસના રિમાન્ડ આપ્યા છે. ત્યારે કિરણ પટેલની એક પછી એક પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદના ઘોડાસરમાં આવેલા કિરણ પટેલના પ્રેસ્ટીજ નામના બંગલોમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બંગલોમાં કિરણ પટેલ છેલ્લા ઘણા સમયથી રહેતો હતો.

કિરણ પટેલ 15 એપ્રિલ સુધી છે રિમાન્ડ પર

મહત્વનું છે કે સિંધુભવન રોડ પરનો બંગલો પચાવવાના કેસમાં કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. નકલી દસ્તાવેજ અને બંગલાના રિનોવેશન ખર્ચ અંગેની તપાસ માટે ક્રાઈમ બ્રાંચે રિમાન્ડ માગ્યા હતા. અગાઉ આજ કેસમાં કિરણ પટેલના પત્નીની ધરપકડ કરાઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">