Breaking News : કેન્દ્રીય હવામાન વિભાગની જાહેરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી શરુ થયુ ચોમાસુ
કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે 10 દિવસ મોડુ ચોમાસુ શરુ થયુ છે. આ વર્ષે ચોમાસુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસું શરૂ થયુ છે.

Gujarat Rain : કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે 10 દિવસ મોડુ ચોમાસુ શરુ થયુ છે. આ વર્ષે ચોમાસુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસું શરૂ થયુ છે.
આ પણ વાંચો : Gujarati Video: જમાલપુર નજીકની ચાલીમાં કિન્નરો અને સ્થાનિકો વચ્ચે અથડામણ, 4ની અટકાયત
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબી સમુદ્રના ભાગોમાં, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, મુંબઈ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત મહારાષ્ટ્રના ભાગો તેમજ દિલ્હી અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધી રહ્યં છે.
Safdarjung received 47.2 mm of rainfall and Palam received 22.0 mm of rainfall till 05.30 hrs IST. Drizzle still continues over most parts of Delhi: IMD#Monsoon2023 #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) June 25, 2023
( Creadit Source : Tv9 Gujarati )
રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડના મોટાભાગના ભાગોમાં પણ ચોમાસુ આગળ વધ્યું છે. તેમજ હિમાચલ પ્રદેશના કેટલાક ભાગો અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના કેટલાક વધુ ભાગોમાં પણ આજથી ચોમાસાનો પ્રારંભ થયો છે. આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.
રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વડોદરા,છોટાઉદેપુર વલસાડ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. તેમજ 26 જૂને સુરત , ભરૂચ , ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 27 જૂને ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના અનેક વિસતારોમા વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે આણંદમા 2.5 ઈંચ, પેટલાદમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ઉમરેઠમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે તો સાવલી, ઉમરગામ, ઠાસરા, મહેમદાબાદ, તારાપુરમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ભાવનગરના મહુવામાં 1.5, ઘોઘંબામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલના ગોધરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ગોધરા અને ખેડાના માતરમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાજકોટના લોધિકામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો વડોદરાના દેસરામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..