Breaking News : વડોદરાથી ગુમ બંને ટ્વિન્સ બહેનોનો પતો લાગ્યો, ખેડાના લીંબાસીમાં હોવાનું ખૂલ્યું, જુઓ Video
વડોદરાથી ગુમ બંને ટ્વિન્સ બહેનોનો પતો લાગ્યો લાગ્યો છે. જેમાં આ બંને બહેનો ખેડાના લીંબાસીમાં હોવાનું ખૂલ્યું છે. તેમજ બંને બહેનો સલામત છે અને મરજીથી ઘર છોડીને જતી રહી હોવાનું બહાર આવ્યું છે.વડોદરાની બે દીકરીઓ છેલ્લા 50 દિવસથી ગુમ થવાને લઇને પિતા ચિંતામાં મુકાયા હતા. છેલ્લા 50 દિવસથી ટ્વિન્સ કોલેજિયન યુવતીઓ ગુમ થઈ ગઈ હતી.
વડોદરાથી ગુમ બંને ટ્વિન્સ બહેનોનો પતો લાગ્યો લાગ્યો છે. જેમાં આ બંને બહેનો ખેડાના લીંબાસીમાં હોવાનું ખૂલ્યું છે. તેમજ બંને બહેનો સલામત છે અને મરજીથી ઘર છોડીને જતી રહી હોવાનું બહાર આવ્યું છે. વડોદરામાંથી બે જોડકી બહેનો ગુમ થવાનો મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ગુમ થયેલી બે બહેનોમાંથી સારિકા નામની યુવતીએ ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામમાં લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું છે. જેમાં સારિકાએ લીંબાસી ગામમાં માધવ ખડકીમાં રહેતા ધાર્મિક પટેલ નામના યુવક સાથે લગ્ન કર્યાની માહિતી આવી સામે છે. જેમાં બે દિવસ પહેલા સારિકાએ લીંબાસી પોલીસ મથકે આવી પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનો જવાબ લખાવ્યો છે.
વડોદરાની બે દીકરીઓ છેલ્લા 50 દિવસથી ગુમ થવાને લઇને પિતા ચિંતામાં મુકાયા હતા. છેલ્લા 50 દિવસથી ટ્વિન્સ કોલેજિયન યુવતીઓ ગુમ થઈ ગઈ છે. જેની કોઈ ભાળ મળી જ નથી રહી. જો કે આજે 50 દિવસ પછી મીડિયા સમક્ષ પિતાના આવ્યા બાદ આ ટ્વીન્સ છોકરીઓના CCTV સામે આવ્યા હતા.
સંખ્યાબંધ CCTV ફૂટેજ તપાસ્યા છે
જેમાં બંને એક દુકાનમાં અવર-જવર કરતી દેખાઈ રહી છે. બે વખત તેઓ દુકાનની અંદર જતાં દેખાઈ. વડોદરા પોલીસે જુદી-જુદી ટીમ બનાવીને MS યુનિવર્સિટીથી હરણી સુધીના રસ્તા પર આવેલા સંખ્યાબંધ CCTV ફૂટેજ તપાસ્યા છે. જે દુકાનમાં યુવતીઓ દેખાઈ હતી, ત્યાં તેમણે બે હજાર રૂપિયાની લેવડદેવડ કરી હતી.
આ પણ વાંચો- Gujarati Video: સુરતમાં છેતરપિંડી આચરનારા કે.એસ. ડિજિટલ ગ્રૂપની ઓફિસમાં લોકોએ તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો
ઘટનાની વિસ્તારે વાત કરીએ તો હરણી વિસ્તારમાં રહેલા ચીમન વણકર તેમના દીકરાઓ અને બે જોડિયા દીકરીઓ સાથે રહે છે. જો કે, ગઈ 17 ફેબ્રૂઆરીએ બે દીકરીઓ સારિકા અને શીતલ કોલેજ માટે ઘરેથી નીકળ્યા બાદ ગાયબ છે. ચીમનભાઈએ પહેલાં સયાજીગંજ પોલીસ મથકમાં તપાસ કરતી પોલીસ ટીમને અને હવે ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને દીકરીના સગડ અંગે પૂછપરછ કરી રહ્યા છે. પરંતુ, તેઓને નિરાશાજનક જવાબ મળી રહ્યો છે. ચિંતિત પિતાએ રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહ રાજ્યપ્રધાન અને સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી છે કે, મારી દીકરીને શોધી આપો.
સારિકા એમ.એસ. યુનિવર્સિટીમાં M.A. પ્રથમ વર્ષમાં છે
ગુમ થયેલી સારિકા એમ.એસ. યુનિવર્સિટીમાં M.A. પ્રથમ વર્ષમાં છે અને બીજી દીકરી શીતલ SNDT કોલેજમાં BAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. બંને બહેનો કોલેજ જવાનું કહીને નીકળી હતી. દરરોજ સાંજે સાડા 4 વાગ્યા આસપાસ તે ઘરે આવી જતી. પરંતુ દીકરીઓ પરત નહીં ફરતાં તેમનો ફોન લગાવ્યો. તો તે સ્વિચ ઓફ આવતો હતો. ચીમનભાઇ જણાવે છે કે, મારી બંને દીકરીઓ અભ્યાસમાં હોશિયાર છે. સામાજિક જ્ઞાન પણ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…