AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: તાપીના વાલોડમાં વિરપોર ગામે ફેકટરીમાં થયો બ્લાસ્ટ, બે લોકોના મોત, ત્રણ લોકો ઘાયલ

તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો. ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત થયા છે જોકે ત્રણ લોકો ઘાયલ થયા છે. રાજકોટની કમ્પનીના કર્મચારીઓ મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી કરી રહ્યા હતા.

Breaking News: તાપીના વાલોડમાં વિરપોર ગામે ફેકટરીમાં થયો બ્લાસ્ટ, બે લોકોના મોત, ત્રણ લોકો ઘાયલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 8:02 PM
Share

તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો. ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત થયા છે જોકે ત્રણ લોકો ઘાયલ થયા છે. રાજકોટની કમ્પનીના કર્મચારીઓ મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી કરી રહ્યા હતા.

પ્રાથમિક તબક્કે મૃતકો રાજકોટના હોવાનું બહાર આવ્યું છે. મૃત્યુ આંકમાં વધારો થવાની પણ શક્યતા છે. તમામ ઘાયલ થયેલા લોકોને વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

હોટ વોટર જનરેટરમાં બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી છે. આદિ શક્તિ પ્રોડક્ટર મશીનરીના ફિટિંગની કામગીરી દરમ્યાન આ ઘટના બની છે. ફ્રુટ જ્યુસ બનાવતી આ કમ્પની છે જેમાં બ્લાસ્ટ થયો હતો. સાંજે 4.30 કલાકના અરસામાં આ બનાવ બન્યો છે. જેમાં 5 ઈસમો પૈકી 2ના મોત થયા છે. જોકે અન્ય ત્રણને સારવાર અર્થે ખસેડયા છે.

રાજકોટની કમ્પનીના કર્મચારીઓ વોટર હિટર મશીન ઇસ્ટોલેશન કરી રહ્યા હતા તે વેળાએ અચાનક બ્લાસ્ટ થતા આ ગંભીર દુર્ઘટના બની હતી, પ્રાથમિક તબક્કે મૃતકો રાજકોટની કંપનીના હતા, મૃતકો પરપ્રાંતીય હોવાનું પણ હાલ પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે અને તેઓ કંપનીના મશીનરી ઈન્સ્ટોલેશન માટે આવ્યા હતા, બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ભારીભરખમ મશીનરીનો એક ભાગ બસોથી ત્રણસો મીટર દૂર પડ્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video : તાપીમાં ઉકાઈ ડેમની જળસપાટી વધી, 64 હજાર ક્યુસેક પાણીની આવક

પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે, ઉલ્લેખનીય છેકે ફેકટરીના મશીનરી ઈન્સ્ટોલેશન દરમ્યાન કોઈપણ જાતની સેફટી અંગેની દરકાર ફેકટરી માલિક કે જવાબદારોએ રાખી હતી કે નહીં જેને લઈને ગંભીર સવાલો હાલ ઉઠવા પામ્યા છે. જોકે પોલીસ આ બાબતે સમગ્ર તપસ કરી રહ્યા છે.

(ઈનપુટ ક્રેડિટ – નીરવ કંસારા)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">