AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: PM Modi ની અપીલનો અસરકારક પ્રભાવ, અમદાવાદની IT કંપનીઓનો 50%થી વધુ સ્ટાફ હવે Work From Home

અમદાવાદની અનેક IT કંપનીઓએ ફરી Work From Home મોડલ અપનાવવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાન મોદીની અપીલ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની સુરક્ષા સાથે ખર્ચ બચતને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Breaking News: PM Modi ની અપીલનો અસરકારક પ્રભાવ, અમદાવાદની IT કંપનીઓનો 50%થી વધુ સ્ટાફ હવે Work From Home
Breaking News Ahmedabad IT Companies Shift Back to Work From Home After PM Modi AppealImage Credit source: AI Generated
Narendra Rathod
| Edited By: | Updated on: May 13, 2026 | 2:32 PM
Share

અમદાવાદમાં ફરી એકવાર વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડને વેગ મળતો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ શહેરની અનેક IT કંપનીઓએ કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની વ્યવસ્થા વધારી છે. ખાસ કરીને હાલની વૈશ્વિક અને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંપનીઓ ફરીથી હાઈબ્રિડ અને વર્ક ફ્રોમ હોમ મોડલ તરફ વળી રહી છે.

અમદાવાદમાં વધ્યો WFH ક્રેઝ

અમદાવાદની જાણીતી એક IT કંપનીએ પોતાના 50 ટકાથી વધુ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી છે. કંપનીનું માનવું છે કે આ નિર્ણય કર્મચારીઓની સુરક્ષા અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કંપનીના અધિકારીઓ અનુસાર, કર્મચારીઓ ઘરેથી પણ સરળતાથી કામ કરી શકે છે અને ડિજિટલ ટેક્નોલોજીના કારણે ઓફિસ જેવી જ પ્રોડક્ટિવિટી જાળવી શકાય છે.

IT કંપની આપી રહી છે WFHને પ્રોત્સાહન

કોવિડ મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ મોડલ ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. તે સમયે લગભગ તમામ IT કંપનીઓએ ઘરેથી કામ કરવાની વ્યવસ્થા અપનાવી હતી. જોકે, છેલ્લા દોઢેક વર્ષથી ઓફિસ વર્કને ફરી પ્રાથમિકતા આપવામાં આવી રહી હતી અને કર્મચારીઓને ઓફિસ પરત બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હવે બદલાતી પરિસ્થિતિઓને કારણે કંપનીઓ ફરીથી વર્ક ફ્રોમ હોમ મોડલ અપનાવી રહી છે.

કર્મચારીઓ માટે આ મોડેલ છે લાભદાયી

કર્મચારીઓ માટે પણ આ મોડલ અનેક રીતે લાભદાયી સાબિત થઈ રહ્યું છે. રોજિંદા ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે છે તેમજ ઇંધણના ખર્ચમાં ઘટાડો થાય છે. સાથે જ ઓફિસમાં વીજળી અને અન્ય સંચાલન ખર્ચમાં પણ બચત થઈ શકે છે. ઘણા કર્મચારીઓએ જણાવ્યું કે ઘરેથી કામ કરવાથી સમય બચી રહ્યો છે અને પરિવાર સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળે છે.

શું માને છે નિષ્ણાંતો?

IT ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં હાઇબ્રિડ વર્ક કલ્ચર વધુ મજબૂત બનશે. કેટલીક કંપનીઓ સંપૂર્ણ ઓફિસ મોડલ કરતાં લવચીક કાર્ય પદ્ધતિને વધુ મહત્વ આપી રહી છે. ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે હવે કર્મચારીઓ કોઈપણ સ્થળેથી સરળતાથી કામ કરી શકે છે.

અમદાવાદમાં Work From Homeની ફરી વધતી પ્રવૃત્તિએ સ્પષ્ટ કર્યું છે કે IT સેક્ટર હવે બદલાતી પરિસ્થિતિઓ પ્રમાણે ઝડપી નિર્ણય લેવા તૈયાર છે. કર્મચારીઓની સુરક્ષા, ખર્ચમાં બચત અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને કંપનીઓ નવી કાર્ય સંસ્કૃતિ અપનાવી રહી છે.

“દેશ પહેલા…” PM મોદીએ નાગરિકોને કરી 10 મોટી અપીલ

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">