Breaking News : પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો પગલા લેવાશે, DGP વિકાસ સહાયએ જાહેર કર્યો પરિપત્ર, જુઓ Video
પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. પોલીસકર્મી યુનિફોર્મમાં રીલ બનાવશે તો પણ તેની સામે કાર્યવાહી કરાશે.

Gujarat Police : ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા (Social Media) આચારસંહિતા જાહેર કરવામાં આવી છે. આ માટે ડીજીપી વિકાસ સહાયએ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. પોલીસકર્મી યુનિફોર્મમાં રીલ બનાવશે તો પણ તેની સામે કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો Govt Scheme : નાના પાયે વ્યવસાય કે રોજગાર કરવો છે ? સરકારની આ યોજના તમને થશે મદદરુપ
લોકો મનોરંજન માટે સોશિયલ મિડીયામાં રીલ બનાવતા હોય છે. ત્યારે ઘણા પોલીસ કર્મચારીઓ પણ વર્દીમાં રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં મુકતા હોય છે. જેને લઈને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસના કર્મીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

Gujarat Police
જાણો શું છે નવા નિયમ
ગુજરાત પોલીસના અધિકારી અને કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા આચારસંહિતા જાહેર કરવામાં આવી છે. તેમાં વર્ધી પહેરીને રીલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી પણ કરી શકશે નહીં.