Breaking News : ગુજરાતમાં બેવડી ઋતુ જોવા મળશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ અપાયુ

Breaking News : ગુજરાતમાં બેવડી ઋતુ જોવા મળશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ અપાયુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 2:33 PM

ગુજરાતમાં (Gujarat) એક તરફ આકરા ઉનાળાની શરુઆત થઇ ગઇ છે બીજી તરફ રાજ્યમાં ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાની શરુઆત થઇ ગઇ છે બીજી તરફ રાજ્યમાં ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ ગરમીનો પારો પણ 41 ડિગ્રીને પાર જવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો-Panchmahal : તાજપુરી ગામમાં 39 કિલો ગાંજાના છોડ ઝડપાયા, ગોધરા SOGએ મુદ્દામાલ સહિત ખેતર માલિકની કરી ધરપકડ, જુઓ Video

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આવતીકાલે એટલે કે 13 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસશે. આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે રાજયમાં સર્ક્યુલેશન સક્રિય થતા કમોસમી વરસાદ રહેશે.

અમદાવાદમાં 15 અને 16 એપ્રિલે યલો એલર્ટ

બીજી તરફ હવામાન વિભાગે હાલ ગરમીનો પારો 41 ડિગ્રી સુધી રહેશે તેવી આગાહી કરી છે. અમદાવાદમાં 15 અને 16 એપ્રિલે યલો એલર્ટ રહેવાની માહિતી છે. 15 અને 16 એપ્રિલે 41 ડિગ્રી ઉપર તાપમાન જતા હિટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ જાહેર કરાશે.

જાણો શહેરોમાં કેટલુ તાપમાન નોંધાયુ

ગઈકાલે પણ અમદાવાદમાં તાપમાનનો પારો 39 ડિગ્રી આસપાસ નોંધાયો હતું. એક સંભાવના એવી પણ વ્યક્ત કરાઈ હતી કે, એપ્રિલ મહિનાથી જ રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થશે. 20 એપ્રિલથી આગ ઝરતી ગરમી પડવાની શક્યતા છે. કેટલાક શહેરોમાં 44 ડિગ્રી સુધી પણ પારો પહોંચી શકે છે. તો એપ્રિલ મહિનાના અંતમાં ઘરમાંથી બહાર નીકળવું પણ અઘરું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક સ્થળે 50 ડિગ્રી સુધી પારો પહોંચવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 12, 2023 02:33 PM
g clip-path="url(#clip0_868_265)">